દાદરા નગર હવેલીના મસાટમાં વહેલી સવારે રસોઈ બનાવવા જતા ૩ વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હતા.
સેલવાસ નજીકના મસાટમાં રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડૂતી કમલ નારાયણ, પીન્દુ, શ્રીરામ નામના વ્યક્તિ સવારે રસોઈ બનાવી રહ્ના હતા. ગેસ સિલિન્ડરનો પાઈપ ફાટેલો હોવાનું ધ્યાનમાં ન રહેતા, ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણેય વ્યક્તિ ગંભીર દાઝી ગયા હતા.ઘટનાની જાણ મસાટ પોલીસ આઉટ પોસ્ટ ઇન્ચાર્જ આર.ડી.રોહિતને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.ત્રણેય વ્યક્તિને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે મુંબઈ રીફર કરવામાં આવ્યા હતા.