સુરતના લીંબાયત મદીના મસ્જીદ પાસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઍટીઍમમાં પૈસા ઉપાડવા ગયેલા પ્રૌઢને મદદના બહાને ૨૦ થી ૨૫ વર્ષનો ગઠીયો ઍટીઍમ કાર્ડ બદલી રૂ.૧૯,૮૦૦ ઉપાડી ફરાર થઈ ગયો હતો.
મૂળ મહારાષ્ટ્રના ધુલીયાના વતની અને હાલ સુરતમાં લીંબાયત મારુતિનગર સોસાયટી પ્લોટ નં.૧૭૯ માં રહેતા ૫૧ વર્ષીય શેખ અબ્દુલ કાદર ઇશાકભાઇ ગોવિંદનગર ખાતે લુમ્સના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.પરવત પાટીયા સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઍકાઉન્ટ ધરાવતા અબ્દુલ કાદર ગત ૨૧ ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગ્યે લીંબાયત મદીના મસ્જીદ પાસેના સ્ટેટ બેન્કના ઍટીઍમમાં પૈસા ઉપાડવા ગયા હતા.પણ બે વખત પ્રયત્ન કરવા છતાં પૈસા નહીં ઉપડતા ત્યાં હાજર ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યા યુવાને મદદ કરવાનું કહી તેમની પાસે ઍટીઍમ કાર્ડ લઈ પ્રયત્ન કર્યો હતો.પણ તેનાથી પણ પૈસા નહીં ઉપડતા તે કાર્ડ પરત કરી ચાલ્યો ગયો હતો.અબ્દુલ કાદર ઘરે ગયા હતા અને ભત્રીજા આરીફને લઈ પાછા તે જ ઍટીઍમમાં પૈસા ઉપાડવા ગયા હતા.જોકે, આરીફથી પણ પૈસા ઉપાડયા ન હોતા.તે સમયે આરીફે ઍટીઍમ કાર્ડ જોયો તો તે બદલાઈ ગયો હતો અને કોઈ તરાનાબાનુનો હતો.આથી બંનેઍ તરત મોબાઈલ ફોન ચેક કર્યો તો સવારે ૮.૪૪, ૮.૪૫ અને ૯.૩૦ કલાકે ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે અબ્દુલ કાદરના ઍકાઉન્ટમાંથી ઍટીઍમ કાર્ડની મદદથી કુલ રૂ.૧૯,૮૦૦ ઉપાડયાના મેસેજ હતાઅબ્દુલ કાદર તરત કાર્ડ બ્લોક કરાવી આ અંગે અરજી કર્યા બાદ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.