
ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી શનિવારે સવારે અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ડિંડોલી પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ શરૂ કરી છે.બનાવને અકસ્માત કે આત્મહત્યામાં ખપાવવા હત્યારાઓઍ લાશ ટ્રેક પર મૂકી હતી પણ ટ્રેનના ડ્રાઈવરને લાશ દેખાતા ટ્રેન અટકાવી પોલીસને જાણ કરી હતી.
ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક ઉપર ઍક યુવાનની લાશ નજરે ચઢતા પસાર થતી ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન અટકાવી પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા દોડી ગયેલી રેલ્વે અને ડિંડોલી પોલીસે તપાસ કરતા ૨૦ થી ૨૨ વર્ષના યુવાનની માથાના ભાગે બોથડ પદાર્થ ઈજા પહોંચાડી હત્યા કર્યા બાદ હત્યારાઓ બનાવને અકસ્માતમાં કે આત્મહત્યામાં ખપાવવા લાશને રેલવે ટ્રેક ઉપર મૂકી ફરાર થઈ ગયા હતા.પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા મૃતક યુવકના હાથે પી લખેલું ટેટૂ હતું તેમજ તેને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજાઓ હતી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, હાલમાં મૃતક યુવક કોણ છે તે દિશામાં ડીંડોલી પોલીસ અલગ-અલગ ટીમો બનાવી તેને ફોટો આજુ-બાજુના વિસ્તારમાં લોકોને બતાવી મૃતકની ઓળખ કરવાની કામગીર શરૂ કરી છે.