કેન્દ્ર સરકારે ૧૦ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવવા માટે પોલીસ અમલમાં મૂકી છે. આ પોલીસ અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને ૧૦ જૂના આધારકાર્ડ અપડેટ કરાવી લેવા અનુરોધ કર્યો છે. ૧૦ વર્ષમાં આધારકાર્ડમાં કોઇ જ ફેરફાર કરાવ્યો નહીં હોય તો તાત્કાલિક અપડેટ કરાવી લેવા. આ ઉપરાંત આધારાકાર્ડમાં અપડેટ કરાવવા માટે નાગરિકોઍ ૫૦ રૂપિયા ચૂકવવા પડશે. ૫૦ રૂપિયાથી વધુ રૂપિયે વસૂલવામાં આવે તો કલેક્ટરને સીધી ફરિયાદ કરવા જણાવાયું છે.
સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા માટે આધારકાર્ડ ખૂબ મહત્ત્વનો પુરાવો બની ગયો છે. હેલ્થકાર્ડથી લઈને કિસાન સબસિડી, વિધવા સહાય મેળવવા માટે આધારકાર્ડનો પુરાવો આપવો ફરજિતાય છે. જોકે, કેન્દ્ર સરકારે દર ૧૦ વર્ષ આધારકાર્ડ અપડેટ કરાવવાની નવી પોલીસ અમલમાં મૂકી છે. જે અંતર્ગત ૧૦ વર્ષમાં કોઈ વ્યક્તિઍ રહેણાક બદલ્યું હોય તો સરનામામાં થયેલો ફેરફાર રેકર્ડ પર આવી જાય. દરમિયાન સુરત જિલ્લા કલેક્ટરે ઍક યાદીમાં જણાવ્યું છે કે, સુરત શહેર અને જિલ્લા તમામે તમામ નાગરિકો ૧૦ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવી લે. વીતેલા ૧૦ વર્ષમાં આધારકાર્ડ ફેરફાર કે ઉમેરો કરાવ્યો નહીં હોય તો તાત્કાલિક આધારકાર્ડ અપડેટ કરાવી લેવું. શહેર અને જિલ્લાના તમામ આધારકાર્ડ કેન્દ્રો પર આ સુવિધાનો લાભ મળી રહેશે. તેમજ આધાર અપડેટ કરાવવા માટે નાગરિકોઍ ૫૦ રૂપિયા ચૂકવવા પડશે. જોકે, ભૂતકાળમાં આધારકાર્ડ બનાવી આપતી ઍજન્સીઓઍ બંને હાથે લૂંટ ચલાવી હોવાથી કલેક્ટરે વધારે રૂપિયા ઉસેટનારા સામે તાત્કાલિક ફરિયાદ કરવા પણ અપીલ કરી છે.