પરીક્ષામાં ચોરી અને પરીક્ષાર્થીની જગ્યાઍ અન્યઍ પરીક્ષા આપી હોવાના બનાવો ફેક્ટ કમિટી સમક્ષ આવ્યા હતા. જેમાં ભાઇને પાસ કરાવવા માટે બહેને પરીક્ષા આપતા ફેક્ટે ત્રણ વર્ષ સુધી પરીક્ષા નહીં આપવાની સજા કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંલગ્ન કોલેજોમાં ઓક્ટોબર મહિના દરમિયાન પરીક્ષા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. પરીક્ષામાં ચોરી કરવા માટે કાપલીઓ લઇને આવેલા વિદ્યાર્થીઓ તો પકડાયા જ હતા. તો વિદ્યાર્થીના સ્થાને અન્ય જ વ્યક્તિ દ્વારા પરીક્ષા આપતા પકડાયા હતા.
અમરોલી કોલેજમાં બીકોમની પરીક્ષામાં ભાઇની જગ્યાઍ બહેને પરીક્ષા આપી હતી. ત્રણ પરીક્ષા આપ્યા બાદ કોલેજને ફરિયાદ મળતા બહેનને પરીક્ષા આપતા પકડી પાડવામાં આવી હતી. આ કેસમાં ભાઇને ત્રણ વર્ષ સુધી પરીક્ષા નહીં આપવાની સજા કરવામાં આવી છે.કોલેજમાં ઍક વિદ્યાર્થિનીની જગ્યાઍ તેની મિત્ર યુવતીઍ પરીક્ષા આપી હતી. તે પણ પકડાઈ હતી. આ ઉપરાંત અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટ્રી ચોરી ગયા હતા અને બાદમાં તેમાં જવાબ લખીને આવ્યો હોવાનું પકડાયું છે. તો ઍક કેસમાં જુનિયરની જગ્યાઍ સિનિયર વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હોવાનું પકડાયું હતું.આ મામલે ફેક્ટ કમિટી સમક્ષ આવતા સુનાવણી બાદ સજા કરવામાં આવી હતી.