
આર્મીની gupt માહિતી પહોંચાડી દેશ વિરોધી પ્રવૃતિ કરનાર ડિંડોલીના દીપક સાળુંકે આઈઍસઆઈ ના ઍજન્ટ હમીદ સાથે છેલ્લા ૬ મહિનામાં વોટસઍપ કોલથી ૫૦૦થી વધુ વાર વાત કરી હોવાનું બહાર આવ્યું છે. ઍટલું જ નહિ દીપક ફેસબુક પર મેસેન્જરથી પણ વાત કરતો હતો. પોલીસ દીપકની છેલ્લા ઍક વર્ષની બે મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સ મંગાવી છે. જેમાં ૬ મહિનાથી દીપક હમીદના સંપર્કમાં હોવાના પ્રબળ પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. હાલમાં દેશદ્રોહી દીપક સાળુંકે પોલીસ રિમાન્ડ પર છે.
પોલીસ તેની કકડાઇથી પૂછપરછ કરી રહી છે. દેશ વિરોધી પ્રવૃતિ કરવાના મામલે દીપકના યુપીના છેડા પણ સામે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પોલીસે આ વાતનો ઈનકાર કર્યો છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં રહેતા ઍક વ્યકિતના પણ પાકિસ્તાનના આઈઍસઆઈના ઍજન્ટ કનેક્શન સામે આવ્યા છે. જેમાં પર હમીદ સાથેના કનેક્શન હોવાની આશંકા છે. જેમાં યુપી પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ દીપક સાળુંકેના રાજસ્થાન કનેક્શન પછી હવે યુપી કનેક્શન હોવાની આશંકા સામે આવી રહી છે. આઈઍસઆઈના ઍજન્ટ હમીદે ૧૧ ટ્રાન્જેકશનો ૭૫ હજારના દીપકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.