શિયાળાની ઋતુમાં પોંક વડાનું ખૂબ જ વેચાણ થતું હોય છે. સુરતમાં પણ પોંક વડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં તપાસ કરી ૧૫ જગ્યાઍથી ૨૦ નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કોઈ ખામી માલુમ પડશે તો કાર્યવહી કરવામાં આવશે તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા જાણવામાં આવ્યું છે.
સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને દરેક તહેવાર પણ સુરતીઓ ધામધુમથી ઉજવતા હોય છે. ત્યારે હાલમાં શિયાળાની ઋતુમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પોંક વડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. શહેરીજનો આ પોકવડા આરોગતા હોય છે ત્યારે શહેરીજનોને જેનાં સેવન થકી કોઇ આરોગ્યલક્ષી મુશ્કેલી ઉપસ્થિત ન થાય તે હેતુસર તા.૧૭/૧ર/ર૦રર ના રોજ આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્શપેકશન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ઘ્વારા કુલ-૧પ સ્થળોઍ ઘનિષ્ટ ચેકીંગ હાથ ધરી કુલ-ર૦ નમૂનાઓ લઇ પુથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગર પાલિકા ખાતે મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.