સુરત ઍરપોર્ટ પર ગ્રાઉન્ડ પર તો જાતભાતની સમસ્યાઓ છે હવે ઍરસ્પેસમાં લોલમલોલ હોવાનું સામે આવ્યું છે.ઇન્ડિગોની ફ્લાઇટ શિડ્યુલ કરતા વહેલી આવી ગઈ હતી પણ ઍટીસીમાંથી તેને લેન્ડિંગ માટે ક્લિયરન્સ આપવા માટે કોઈ સ્ટાફ જ નહોતો. ફ્લાઇટને ૨૦ મિનિટમાં હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા અને ૭.૩૦ વાગ્યે ઍટીસીઍ પોતાની ‘દુકાન’ ખોલી ત્યારે લેન્ડિંગ થઈ શક્યું હતું. કોવિડ પહેલા ૨૪ કલાક ધમધમતુ સુરત ઍરપોર્ટ હાલમાં અપૂરતા સ્ટાફને કારણે સુરત ઍરટ્રાફિક કંટ્રોલની બિલ્ડીંગ રાત્રે બંધ કરી દેવાઇ છે અને સવારે ૭.૩૦ વાગ્યે શરૂ થાય છે.
સુરતથી શારજાહ જતી ફ્લાઇટ અને શારજાહથી આવતી ફ્લાઇટના સમયે જ ઍટીસી બિલ્ડીંગ શરૂ હોય છે. પરંતુ આજે થયુ ઍવું કે, સુરત-દિલ્હી વચ્ચેની ઇન્ડિગોની ફ્લાઇટને સવારે ૮ વાગ્યે સુરત ઍરપોર્ટ ઉપર લેન્ડ થવાનું હતું. પરંતુ આ ફ્લાઇટ સવારે ૭.૨૨ વાગ્યે જ સુરત આવી પહોંચી હતી.સુરત ઍટીસી બિલ્ડીંગ બંધ હોવાને કારણે ફ્લાઇટને લેન્ડ થવા માટે ક્લીયરન્સ મળ્યું ન હતું. બાદમાં ૭.૩૭ વાગ્યાના અરસામાં ફ્લાઇટ લેન્ડ થઇ હતી.સુરત ઍરટ્રાફિક કંટ્રોલઍ જણાવ્યું કે, ઍરલાઇન્સ ઓન-ટાઈમ પરફોર્મન્સ માટે ગાઈડલાઈનની અવગણના કરે છે. વહેલી આવેલી ફ્લાઇટને હોલ્ડ ઉપર મુકે છે અને ઇમરજન્સી લેન્ડિંગ પરવાનગી પણ મળતી નથી. આ કારણે બળતણ બળે છે.ડીજીસીઍ દ્વારા દર મહિને ઍરલાઇન્સ કંપનીઓની ઓન-ટાઇમ કામગીરી માટેનો રિપોર્ટ મંગાવવામાં આવે છે. જો ફ્લાઇટ્ તેના સમય કરતા ૧૫ મીનિટ મોડી હોય તો તેની જાણ ડીજીસીઍને કરવી પડે છે.જો કોઇ ફ્લાઇટ વહેલા આવી જાય અને ઍર ક્લીયરન્સ નહીં મળે ત્યારે ફ્લાઇટ લેન્ડ થાય ત્યારે રન-વે યોગ્ય નહીં પણ હોય, રસ્તો લપસણો હોય તો ફ્લાઇટને અકસ્માત થવાની શક્યતા વધે છે અને જીવનું જોખમ હોય છે.