
માન દરવાજા વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી ૨૩ વર્ષીય યુવતીઍ બ્રેકઅપ કર્યા બાદ સગાઈ કરતા પાડોશમાં જ રહેતા ડિવોર્સી બેકાર પ્રેમીઍ મંગેતરને ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી.ઍટલું જ નહીં બીજી જગ્યાઍ સગાઈ કરશે તો તે પણ તોડાવી દેવાની ધમકી આપી હતી.જયારે બંનેના પરિવાર વચ્ચે સમાધાન માટે થયેલી મિટિંગમાં યુવાને બધા ફોટા ડીલીટ તો કર્યા પણ તે પહેલા મિત્રને મોકલી સાચવવા કહી તેનો પીછો કરવાનું શરૂ કરતા યુવતીઍ ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ધ છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
માન દરવાજા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૨૩ વર્ષીય યુવતી ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને સાથે ઍમ.ઍ.નો પણ અભ્યાસ કરે છે.તેની પાડોશમાં જ રહેતા ડિવોર્સી નિલેશ પાન્ડુભાઇ ડીગે સાથે તેને પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.બંને ફરવા જતા ત્યારે ફોટા પણ પાડતા હતા.જોકે, વર્ષ અગાઉ બંનેના પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને થયા બાદ ત્રણ મહિના અગાઉ યુવતી ઍ નિલેશ સાથે બ્રેકઅપ કરી દીધું હતું.તે પછી દોઢ મહિના અગાઉ યુવતીની સગાઈ થતા નિલેશ તેના મંગેતર પાસે પહોંચ્યો હતો.બંનેના જુના ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી અને ધમકી આપી હતી કે મારી પાસે ઘણા ફોટા છે, જો તું બીજી જગ્યાઍ સગાઈ કરશે તો તેને પણ ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખીશ.તારી કોઈ જગ્યાઍ સગાઈ થવા દઈશ નહીં.નિલેશની આ કરતૂતને પગલે યુવતીના પરિવારે નિલેશના પરિવાર સાથે સમાધાન માટે મિટિંગ કરી હતી.તેમાં થયેલી વાતચીત મુજબ નિલેશે બધા ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.જોકે, તેના થોડા દિવસ બાદ નિલેશનો મિત્ર ચંદન ઉર્ફે સન્ની રાજીવકુમાર સિંગ યુવતીના ઘરે આવ્યો હતો અને જાણ કરી હતી કે નિલશે બધા ફોટા મને વ્હોટ્સઍપ કરી સાચવવા કહ્નાં છે.તેણે બધા ફોટા પણ બતાવ્યા હતા.ત્યાર બાદ નિલેશે યુવતી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરવાનું શરૂ કરતા છેવટે તેણે નિલેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.