
શહેરના શાકભાજી માર્કેટમાં નીકળનાર વેસ્ટેજનો સદુપયોગ કરવા માટે માર્કેટમાં જ ખાતર બનાવવાની મશીન મૂકવામાં આવી છે. સીટી લાઈટ વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં આ નવતર પ્રયોગના કારણે ભીના કચરા થી થનાર ગંદકી પણ દૂર થાય છે અને વેસ્ટેજ થી ઍક સારી ક્વોલિટીનું ખાતર પણ બનીને તૈયાર થઈ જાય છે. આ સુરત મહાનગરપાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ છે અને આવનાર દિવસોમાં આવી મશીન દરેક શાકભાજી માર્કેટમાં મૂકવાની તૈયારી સુરત મહાનગરપાલિકાઍ બતાવી છે.
સીટી લાઈટ વિસ્તાર ખાતે આવેલા શાકભાજી માર્કેટ દક્ષિણ ગુજરાતની તમામ શાકભાજી માર્કેટ માટે ઍક આદર્શ શાકભાજી માર્કેટ બની ગયું છે, કારણ કે અહીં ગંદકી થતી નથી અને જે પણ ભીનો કચરો હોય છે. તેના વેસ્ટેજ થી સ્થળ પર જ ઉચ્ચ ક્વોલિટીના ખાતર બનાવવામાં આવે છે. આ માર્કેટમાં આશરે ૫૦થી વધુ શાકભાજી વિક્રેતા શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતા હોય છે અંદાજો લગાવી શકાય કે અહીં મોટી સંખ્યામાં ભીનો કચરો ઍકત્ર થવાની સંભાવના હોય છે. સીટી લાઈટ ખાતે આવેલા શાકભાજી માર્કેટના મેનેજમેન્ટ સુપરવાઇઝર રમેશભાઈ રાજપૂતે કહ્નાં કે વર્ષ ૨૦૦૪માં આ માર્કેટ સુરત મહાનગર પાલિકાઍ બનાવીને આપ્યા હતા .આ ઍક ઍવુ માર્કેટ છે જે કોરોના સમયે પણ બંધ થયુ ના હતું. આ માર્કેટમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી જાય છે અહીં પીવા માટે સ્વચ્છ પાણીથી લઇ ખાતર બનાવવાની મશીન પણ આ માર્કેટમાં છે. વર્ષ ૨૦૨૦ માં માર્કેટમાં ખાતર બનાવવાની મશીન લગાડવામાં આવી હતી .જેની શાકભાજી વિક્રેતાઓને જરૂરિયાત પણ હતી અને આસપાસ ગંદકી ન થાય આ હેતુથી ખૂબ જ અગત્યની છે.આ શાકમાર્કેટમાં ૪૦૦ થી ૫૦૦ કિલોની ક્ષમતાની આ મશીન છે આ માર્કેટમાં ૩૦૦ થી લઈને ૪૦૦ સુધી વેસ્ટેજ રોજે નીકળે છે ભીનો કચરો અમે આ મશીનમાં નાખવામાં આવે છે. અને મશીનમાં પ્રોસીજર બાદ ઍક સારી ક્વોલિટીના ખાતર તૈયાર થાય છે જે અન્ય રાસાયણિક અને ફર્ટિલાઇઝર કરતા દેશી ખાતર સૌથી સારું છે.જે વેસ્ટેજ શાકભાજી અને ફ્રુટ નીકળે છે .તેને અમે આ મશીનમાં નાખીઍ છીઍ. ઍક અઠવાડિયામાં ખાતર બનીને તૈયાર થઈ જાય છે. આ ખાતર જે કંપનીઍ મશીન મૂકી છે તે લઈ જાય છે. અમે સ્થાનિકોને આપતા નથી .કોન્ટ્રાક્ટ મુજબ જે પણ ખાતર તૈયાર થાય છે તે મશીન લગાવનાર કંપનીના માણસો લઈ જતા હોય છે.