
ઍક તરફ સુરત મહાનગરપાલિકાની તળિયા જટક તિજોરી જોવા મળી રહે છે. બીજી તરફ ખર્ચમાં કોઈપણ પ્રકારની કસર શાસકો રાખી રહયા નથી. મેયરનો બંગલો ધોળા હાથી જેવો પૂરવાર થઈ રહયો છે. પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરીને બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવાનાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આક્ષેપ કરી રહયા છે. સાથે જ વર્ષે દહાડે થતાં ૨૬ લાખના ખર્ચને લઈને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
સુરતના મેયરનો બંગલો બન્યો ત્યારથી જ ખર્ચને લઈને વિવાદ ચાલી રહયા છે.બંગલાના વપરાશથી લઈને બંગલા પાછળ થતો ખર્ચ હંમેશા ચર્ચાનો વિષય રહયો છે. આપના કોર્પોરેટર દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી. તેમાં કેટલીક આડ્ઢર્યજનક બાબતો સામે આવી છે. માત્ર સિક્યુરિટી અને ગાર્ડનિંગ પાછળ રૂપિયા ૨૬ લાખ રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરવામાં આવી રહયો છે. ઍના સિવાય પણ ઘણા ઍવા ખર્ચા થઈ રહયા છે કે, જે બતાવવામાં આવતા નથી. બંગલા પાછળ કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકા છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયર બંગલાને સંબંધિત અનેક માહિતીઓ માંગવામાં આવી છે પરંતુ પૂર્ણ રીતે માહિતી આપવામાં આવી નથી. આડ્ઢર્યજનક રીતે બિલમાં જે ખર્ચ બતાવવામાં આવ્યો છે. તે વીજબીલ ઍક વર્ષનો હોય તેવું લાગતું નથી. મેયર બંગલાની અંદર વીજ બિલને લઈને પૂરો ખર્ચ કેટલો છે. તેની પણ વિગત આપવામાં આવી નથી. તે સિવાય અન્ય જે ખર્ચા થઈ રહયા છે. તેની પણ માહિતી છુપાવવામાં આવી છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને મહિલા કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આ રીતે મેયરનો બંગલો બનાવીને તેની પાછળ જે ખોટો ખર્ચ કરવામાં આવી રહયો છે. તે પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ સમાન છે. મોટી મોટી વાતો કરનાર શાસક પક્ષ બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીર નથી. વર્ષે પૂરું થવા આવ્યું હોવા છતાં પણ બાળકોને ગણવેશ, બુટ, મોજા જેવી સામાન્ય વસ્તુઓ પણ સમયસર આપવામાં આવી નથી. કેટલાક પુસ્તકો પણ આપવામાં આવ્યા નથી. બાળકો પાછળ ખર્ચ કરવાને બદલે માત્ર પોતાની જાહોજહાલી પાછળ જ સત્તા દેશો ખર્ચ કરી રહયા છે.