
૨૦ દિવસ પહેલા ઉધના ત્રણ રસ્તાની જયેશ મેડિકલ ના ફૂટપાથ પાસેથી ઍક મજૂર યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના પ્રકરણમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના સાવરત ગામથી હત્યારાને ઝડપી પાડ્યો હતો. આ હત્યા મરણ પ્રમોદ પાટીલ સાથી મજૂરો પાસેથી બળજબરી રૂપિયા કાઢી લેતા થયેલા ઝઘડામાં કરાય હોવાનું બહાર આવ્યું હતું
સાતમી ડિસેમ્બરના રોજ ઉધના ત્રણ રસ્તા પાસેની જયેશ મેડિકલ ની બાજુમાં આવેલ ગારમેન્ટ ની દુકાનના ઓટલા પાસેથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે અંગે ઉધના પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો .આ પ્રકરણમાં ઉધનાની સાથે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મરણજનાર ઉધના હરીનગર વિભાગ -બે ના મકાન નંબર ૧૭ તથા પુનિત નગર પાંડેસરાનો રહેવાસી હોવાની ઓળખ થઈ હતી આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસ દરમિયાન આ હત્યામાં ઉધના ત્રણ રસ્તા જયેશ મેડિકલ ની બાજુમાં આવેલ ગુજરાત ગારમેન્ટના ઉટલા પર રહેતા મુળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના સાબર ગામના વતની ઍવા ઇમા ઉર્ફે લંબુ શંભુ ગાવીત તે કરી હોવાનું બહાર આવ્યું હતું જેમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના સાવરક ગામ પહોંચીને આરોપી ઇમાને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં હથિયારો ઇમા ઉર્ફે શંભુ ગાવીત છેલ્લા દસ વર્ષથી વતનથી રોજગારી માટે સુરત આવીને છૂટકમાં સેન્ટીંગ કામ કરી રાત્રે દરમિયાન અન્ય મજૂરોની સાથે ઉધના ત્રણ રસ્તા ની ગુજરાત ગારમેન્ટના ઓટલા ઉપર સુઈ રહેતો હતો જો કે આ વખતે મરણજનાર પ્રમોદ પાટીલ અવારનવાર આવીને સૂતેલા મજૂરો પાસેથી બળજબરી રૂપિયા કાઢી લઈ હેરાન પરેશાન કરતો હતો અને તેને ઇમા પાસેથી પણ અગાઉ બે થી ત્રણ વખત રૂપિયા કાઢી લીધા હતા. જ્યારે ઘટના ના દિવસે પણ પ્રમોદ પાટીલ રાત્રી સમયે આવીને ખિસ્સામાંથી રૂપિયા કાઢવા લાગતા થયેલા ઝઘડામાં ઇમાઍ થેલીમાં રાખેલ ચાકુથી પ્રમોદ પાટીલની હત્યા કરી વતન નાસી છૂટી હોવાની કબુલાત કરી હતી