
સગરામપુરાના ઍક ઠગબાજે બજાર ભાવ કરતા સસ્તામાતેલના ડબ્બા આપવાના બહાને ઍક જાબવર્કના ધંધા સાથે સંકળાયેલા વેપારી સહિત ચાર વ્યકિતઓ પાસેથી કુલ રૂ.૪૦.૪૨ લાખની રકમ પડાવીને ભાગી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
ઉન તિરૂપતી નગરમાં રહેતા મોહંમદ ઇસરાઇલ રહમત અલી હેન્ટવર્કના ધંધા સાથે સંકળાયેલા છે. ૨૦૨૧ નવેમ્બરના રોજ ભીડી બજારમાં રહેતો મિત્ર જાવેદ સૈયદે સગરામપુરામાં રહેતો આરીફ મીયા મહંમદ સાથે ઇસરાઇલની મુલાકાત કરાવી હતી.આરીફ બજાર ભાવ કરતા સસ્તામાં મને તેલના ડબ્બા આપે છે. જેથી આરીફે જણાવ્યુ હતુ કે કંપની સાથે સીધો સંપર્ક હોવાથી ટેક્ષ વગરના તેલના ડબ્બા મળે છે.તમારે લેવા હોય તો છુટક અને જથ્થાબંધ આપીશ તેમ કહેતા ઇસરાઇલે ધારા કંપનીના ૧૫ કિલોના તેલના ડબ્બાની કિંમત પુછતા આરીફે રૂ.૧૮૦૦ કહયા હતા.તે ડબ્બો બજારમાં રૂ.૨૦૩૦નો હતો. જેથી લાલચમા આવી ઇસરાઇલે પ્રથમ ૨૦ ડબ્બા મંગાવી બજારમાં રૂ.૧૯૫૦મા વેચી દીધા હતા. આમ ઇસરાઇલને નફો થતા તેણે ધીમે-ધીમે તિરૂપતી તેલના ડબ્બા પણ મંગાવ્યા હતા. આરીફ ઓર્ડર મુજબ માલ મોકલી આપતો હતો. આમ બંને વચ્ચે સારા સંબંધ કેળવાયા હતા. તેલના ધંધામા નફો વધુ હોવાથી ઇસરાઇલે બિઝનેસ લોન લઇ રૂ.૨૩ લાખના ૫૦૦ તેલના ડબ્બાનો ઓર્ડર આપી આરીફને પૈસા ચુકવી દીધા હતા. ઇસરાઇલની સાથે અન્ય ત્રણ વેપારીઓઍ પણ રૂ.૧૭ લાખથી વધુ રકમ આપી હતી. આમ કુલ રૂ.૪૦ લાખથી વધુ ની રકમ લીધા બાદ આરીફે ઓર્ડર મુજબનો માલ મોકલ્યો ન હતો.જેથી તમામે ઉઘરાણી કરતા આરીફે મોટી-મોટી વાતો કરી ખોટા વાયદા બતાવી તે મોબાઇલ ફોન બંધ કરી ભાગી ગયો હતો. આ અંગે ઇસરાઇલને જાણ થતા તેણે અઠવા પોલીસ મથકમાફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.