
સારોલી વિસ્તારમાં આવેલ ઈંડાની દુકાન પર મારામારીના દશ્ય જાવા મળ્યા હતા. આ મારામારીના વિડીયો સામે આવ્યા છે.ઇંડાની દુકાનદારે પાણી ભરવાની ના પાડી હોવાથી ઍલઆર પોલીસ કર્મી અને તેના મિત્રો દ્વારા મારા મારી કરી હોવાનું સામે આવ્યુ છે.
ઍલઆર પોલીસ કર્મી અને તેના મિત્રોઍ ગાળો આપી તારા ત્યાથી પાણી ભરવાની ના કેમ પડાય ,પોલીસવાળાની લારી છે ના પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધાકધમકી આપવામાં આપી ત્યાં રવાના થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતીય ઇજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા બંને વ્યક્તિઓ વિરુદ્ધ સરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.