થર્ટી ફર્સ્ટને ધમાકેદાર રીતે ઉજવવા સુરતીલાલાઓ થનગની રહયા છે. આજે અલગ અલગ જગ્યા ઉપર કાર્યક્રમનું આયોજન કરીને નવા વર્ષને વધારવા માટે યંગસ્ટરથી લઈને સૌ કોઈઍ તૈયારી કરી લીધી છે. ત્યારે પોલીસ તંત્રે પણ કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે કાર્યવાહી શરૂ કરી છે.ફાર્મ હાઉસમાં પાર્ટીઓની ઉજવણીની શક્યતા હોય તે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરાઇ રહી છે.સુરત શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પરની ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધી કલોક પોલીસ તપાસ કરી રહી છે.
કોરોનાની ચિંતા વચ્ચે અને તેમાં પણ શનિવાર ઍટલે કે, વીક ઍન્ડ હોય પાર્ટી રસિયાઓમાં ઉત્સાહ બમણો થઇ ગયો છે. આજે આખું શહેર થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મગ્ન થઈ જશે. તો બીજી તરફ સુરત શહેરમાં પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે વાહન ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે. શહેરના ઍન્ટ્રી ઍક્ઝીટ પોઈન્ટ અને જ્યાં પબ્લિકની અવર જવર વધુ હોય ત્યાં બ્રેથ ઍનેલાઈઝર સાથે લોકોને ચકાસવા અને વાહન ચેકિંગની કામગીરી સઘન કરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી થઇ રહી છે.ડીસીપી સાગર બાગમરેઍ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેઈન જંકશન પોઈન્ટ તેમજ ઍન્ટ્રી ઍક્ઝીટ પોઈન્ટ અને જ્યાં લોકોની જ્યાં ભારે અવર જવર હોય છે. ત્યાં ચુસ્ત વાહન ચેકિંગ કરવામાં આવી રહયુ છે. બ્રેથ ઍનેલાઈઝરથી નશાખોરોને પકડવાના તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત ચુસ્ત વાહન ચેકિંગ કરવામાં આવી રહયુ છે. વાહનમાં કોઈ વાંધા જનક વસ્તુઓ મળે અથવા નશો કરેલી હાલતમાં વ્યક્તિ મળે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રીવરફ્રન્ટ, વેસુ, ડુમસ, સુવાલી અને અન્ય વિસ્તારોમાં ભીડ થાય ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યુ છે.ઉજવણી વેળાઍ શી ટીમની મહિલા પોલીસકર્મીઓ સાદા પહેરવેશમાં તૈનાત રહીને વોચ રાખશે.