લીંબાયત મીઠીખાડી બેઠીકોલોની પાસેથી ઍસઓજીઍ બાતમીના આધારે ઍકï યુવકનેï ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો.જ્યારે ગાંજાનો જથ્થો આપી જનાર બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઍસઓજીને બામતી મળી હતી કે મીઠીખાડી બેઠી કોલોની ઉમર ફારૂકી મસ્જીદ પાસે આવેલા ઍક મકાનમાં ગાંજાનું વેચાણ ચાલી રહયુ છે. આ હકીકતના આધારે ઍસઓજીઍ છાપો માર્યો હતો.ત્યારે ગાંજાનું વેચાણ કરતો ૨૩ વર્ષિય વસિમ કયુમ સૈયદ રંગેહાથ પકડાય ગયો હતો.ઍસઓજીઍ મકાનમાથી રૂ.૮૮,૩૦૦ની કિંમતનો રૂ.૮.૬૩૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસે પુછતા મીઠી ખાડીમાં રહેતો અકરમ અલ્લારખા શેખ અને લીંબાયત કમરૂનગરમાં રહેતો સોયેબ ઇકબાલ શેખ નામના વ્યકિતઓ ગાંજાનો જથ્થો આપી જતા હોવાની કબુલાત કરી છે. જેથી ઍઓજીઍ બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ લીંબાયત પોલીસને સોપી છે.