નવી સિવિલમાં ઓડિયોલોજીસ્ટ ઇશ્વર ચૌધરી સરકારી કર્મચારી હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરી રહ્ના હોવાનું સ્ટીંગ ઓપરેશન દિવ્ય ભાસ્કરે કર્યું હતું. ઇશ્વર ચૌધરીની કરતૂત સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ સોંપી હતી અને નવી સિવિલમાં બે તબીબોની ઍક કમિટિ બનાવાઈ હતી. તપાસમાં જ ઇશ્વર ચૌધરી ખુલ્લો પડી જતાં તેને સસ્પેન્ડ કરી દેવાયો છે અને હવે તેનું રિર્પોટિંગ જામનગર રહેશે.
નવી સિવિલમાં ઓડિયોલોજીસ્ટ તરીકે ઇશ્વર ચૌધરી જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે તેની સહી-સિક્કાથી સરકારી કર્મચારીઓને ૫૦ હજાર સુધીના મશીનની સહાય મળતી હતી. ઍક ઍવી પણ શંકા છે કે કેટલાક ખાનગી તબીબો સરકારી નિવૃત્ત કર્મચારીઓને નવી સિવિલની જગ્યાઍ સીધા જ ઇશ્વર ચૌધરીના સાંઇકૃપા ક્લિનિક પર મોકલી સહી સિક્કા કરી આપતો હતો. આ ડોક્યુમેન્ટથી તિજોરી વિભાગમાંથી સરકારી કર્મીના ૫૦ હજાર સુધીના મશીનનું પેમેન્ટ થઈ જતું હતું. ઍટલે સહાયમાં લાખોનું કમિશન ઉસેટ્યાની આશંકા છે.ઓડિયોલોજીસ્ટ ઇશ્વર ચૌધરી ખાનગી પ્રેક્ટિસ કરી રહ્ના હોવાના જે અહેવાલ આવ્યા હતા તેના આધારે તપાસ કરી હતી. તપાસમાં તે કસૂરવાર જણાઈ આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે. તેમનું રિર્પોટિંગ જામનગર કરી દેવાયું છે.તેવુ નવી સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યુ હતુ.,