ડભોલી વિસ્તારના હરી દર્શનના ખાડા પાસે મેડિકલ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં આગ ફાટી નિકળતા ભાગદોડ મચી ગઇ હતી.આ ઘટના બાદ આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ બાજુમાં જ આવેલી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ બે ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગને કારણે ઍસી,કોમ્પયુટર,મેડિકલના સાધનો વગેરે બળીને ખાક થઇ ગયા હતા. જાકે કોઇને ઇજા કે જાન હાની પહોચી ન હતી.
મેડિકલ, ફિઝિયો અને ડેન્ટલ ક્લિનિક આગ લાગી ડભોલી હરી દર્શનના ખાડા પાસે સર્જન સોસાયટીમા મનીષભાઇ ભીખડિયા હરી કિષ્ના મેડિકલ અને ડેન્ટલ ક્લિનિકમાં ચલાવે છે. સોમવારે સવારે ઍકાઍક મેડિકલ અને ડેન્ટલ ક્લિનિકમાઆગ ફાટી નિકળી હતી.ડેન્ટલ ક્લિનિકની બાજુમાં આવેલા ડો.અશોક બીસરા ની સરસ્વતી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ આગ પ્રસરી હતી. આમ બંને ક્લિનિકમાં આગ લાગતા આજુબાજુમા રહેતા લોકોમાં અફરી-તફરી મચી ગઇ હતી.આગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકોઍ ફાયરને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતી કાબુમા લીધી હતી. આગને કારણે બંને ક્લિનિકમાં કોસ્મેટિક આઇટમો,ઍસી,કોમ્યુટર ,ફર્નિચર વગેરે બળીને ખાક થઇ ગયા હતા. જાકે કોઇને ઇજા કે જાન હાની પહોચી ન હતી.આ અંગે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું કે કોલ મળતાની ગણતરીની મિનિટોમાં જ ડભોલી હરિ દર્શન ખાડા નજીક અમે પહોંચી ગયા હતા. શરૂઆતમાં આગ મેડિકલ સ્ટોરમાં લાગી હતી જેમાં મેડિકલની દવાઓ અને કોસ્મેટિકનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. તેની બાજુમાં જ હરેકૃષ્ણ ડેન્ટલ ક્લિનિક અને સરસ્વતી ફિઝિયો થેરાપી ક્લિનિક પણ હતું. ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નુકસાન ઓછું થયું છે. મેડિકલ સ્ટોરમાં આગ લાગી હોવાથી ત્યાં નુકસાન થયું છે.ઘટના સમયે ક્લિનિકમાં કે મેડિકલ સ્ટોરમાં કોઈ ન હતું. જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. મુગલીસરા અને કતારગામની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.