
સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહયો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. ઍને લઈને આજે સુરત શહેરમાં ૩ કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓઍ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય ઍવો ભાવ થઈ રહયો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.આ રેલીમા મોટી સંખ્યામામ જૈન સમાજના લોકો જાડાયા હતા.આ રેલી બાદ ઝારખંડ સરકારે પોતાનો નિર્ણય પરત લઇ લેતા જૈન સમાજમામ ખુશી જાવા મળી છે.જૈનોની પ્રતિક સમાન લાંબો ઝંડો પણ રેલીમાં ફરકાવાયો હતો.નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ લોકો રેલીમાં જોડાયા હતા.પુરૂષો સફેદ અને સ્ત્રીઓ કેસરી વસ્ત્રોમાં રેલીમામજોડાઈ હતી.
ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો ઍને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાંની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય ઍવો માહોલ જોવા મળી રહયો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં, પરંતુ તીર્થસ્થાન છે અને ઍને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈઍ ઍવી લાગણી જૈનોની છે. સુરતમાં આજે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચારેય જૈન ફિરકાના શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરૂભગવંતોની નિશ્રામાં આયોજીત જૈન સમાજ મૌન રેલી સંદર્ભે પાંચ આચાર્ય ભગવંતો – મુનિ ભગવંતો – સાધ્વીજી ભગવંતો, શ્રાવક – શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમસ્ત સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં હાજર રહયા હતા. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી. તમામ જૈન ધર્મના ફિરકાઓ ઍક થઈને ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકારની સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે. હજારોની સંખ્યામાં જૈનો દ્વારા આજે રેલી સ્વરૂપે પોતાની લાગણી સરકાર સમક્ષ મૂકી હતી.આ રેલીમાં જૈન સમાજે જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતા હોય ઍવો ભાવ થઈ રહયો છે. શેત્રુંજય શિખર પાલિતાણા જેવા તીર્થસ્થાન પર અસામાજિક તત્ત્વો ઍક પ્રકારે આક્રમણ કરી રહયા છે. સુરતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યના અને શહેરોના લોકો પણ અમારી સાથે સમર્થનમાં આ રેલીમાં જોડાઈ ગયા છે. અમારી માગણી છે કે સરકારે તાત્કાલિક અસરથી આ બંનેને તીર્થસ્થાન જાહેર કરે અને પાલિતાણા સહિતનાં તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરવામાં આવે.ઝારખંડ સરકાર સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરીને યોગ્ય નિર્ણય કર્યો નથી. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.વધુમા ઇકો ટુરીઝમ બને તો તે સ્થળની પવિત્રતા નષ્ટ થઈ જાય લોકો બુટ-ચપ્પલ પહેરીને પ્રવેશ કરે. અન્ય ખાણી-પીણીની ચીજ-વસ્તુઓ અંદર સુધી પહોંચે તેમજ બિનજરૂરી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી જાય અને ધાર્મિક સ્થળનું મહત્વ ઘટી જાય. સમસ્ત જૈન પરિવાર શકલ જૈન સમાજના નેજા હેઠળ સુરતમાં રહેતા ચારે ફીરકા જૈન પરિવારો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ લોકો રેલીમાં જોડાયા છે. જેમાં પુરુષો શ્વેતવસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં ઍક સરખા જોવા મળ્યા છે.આ રેલીને કારણે ચારેયબાજુ ટ્રાફિક જામની સમસ્યા જાવા મળી હતી.જાકે આ રેલીને કારણે ટ્રાફિકની સમસ્યાïથી લોકોને નોકરી -ધંધા જવા માટે મુશ્કેલીઓ પડી હતી.કલાકો સુધી ટ્રાફિક જામ રહયો હતો.