
અડાજણ સ્ટાર બજારની સામે આવેલી ઍક મેડિકલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ દુકાનમાંથી દવાઓ,મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૨૮,૦૦૦ની ચોરી કરી ભાગી ગયા હતા.
અડાજણ બદ્રીનારાયણ મંદિરની પાસે કાવસજી નગરમાં રહેતા ઝેમીશ નરેશકુમાર વાકાવાલા અડાજણ સ્ટાર બજારની સામે આલીશાન ઍન્કલેવમા મેડિકલની દુકાન ધરાવે છે.તા.૧૯-૯-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે તેમની દુકાનામા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ દુકાનનું શટર કોઇ સાધન વડે ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ દુકાનમાંથી અલગ-અલગ દવાઓ અને મોબાઇલ મળી કુલ રૂ.૨૮,૦૦૦ની મતા ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે ઝેમીશભાઇઍ અડાજણ પોલીસ મથકમામ ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.