અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી ગીતા નગર સોસાયટીમાં ઍક ટાયર્સની દુકાનમાંથી રૂપિયા ૬૫,૦૦૦ ની ચોરી થવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.દોઢ મહિના પહેલા ટાયરની કિંમતની બહાના આવેલા બે ગઠિયાઓઍ મેનેજરની નજર ચુકવી કેશ કાઉન્ટરમાંથી રોકડ ચોરી લીધી હતી. આ ચોરીની ઘટના સમગ્ર સીસીટીવીમામ કેદ થઇ ગઇ છે.
અડાજણ રોડ બીઍપીઍસ હોસ્પિટલ પાસે મહેરનગરમાં રહેતા જીતેશભાઈ જમુભાઈ પટેલ અડાજણ ગુજરાત ગેસ સર્કલની પાસે ગીતા નગર સોસાયટીમાં ગીતા ટાયર્સ નામની દુકાન ધરાવે છે મોરા ભાગલ વિસ્તારમાં રહેતો અને જીતેશભાઈનો સાળો ચંદ્રેશભાઈ પટેલ મેનેજર તરીકે ફરજ બજાવે છે .તારીખ ૨૮ નવેમ્બરના રોજ રાત્રિના સમયે ચંદ્રેશભાઈ દુકાનો ઍક બાજુનો શટર બંધ કરીને હિસાબ કરી રહયા હતા.ત્યારે બે અજાણ્યા યુવકો તેમની દુકાને આવ્યા હતા.ચંદ્રેશભાઈને જણાવ્યું હતું કે કોરોલા ગાડીના ટાયરનો ભાવ શું છે? જેથી ચંદ્રેશભાઈ પટેલે ટાયરનો ભાવ આપ્યો હતો. ત્યારબાદ બંને જણાઍ અમે કેનેડાથી આવ્યા છે. આવતીકાલે ટાયર રાખવા માટે આવીશું તેમ કહી ખિસ્સામાંથી કેનેડાની કરન્સી કાઢી ચંદ્રેશભાઇને બતાવી હતી અને આનાથી ઇન્ડિયામાં મોટી કરન્સી કઈ આવે છે તેમ કહેતા ચંદ્રેશભાઇઍ રૂ.૨૦૦૦ની નોટ ગલ્લામાંથી કાઢીને બતાવી હતી . ત્યારબાદ ઍક જણઆઍ રૂ.૨,૦૦૦ની નોટ પોતાના હાથમાં લઇ કપાળના ભાગે અડાડી પરત આપી આપી દીધી હતી. બંને જણા ચંદ્રેશભાઇની પાસે આવ્યા હતા. ખિસ્સામાંથી રૂપિયા પાંચસોનો બંડલ કાઢીને ચંદ્રેશભાઇને બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે રૂ.૨૦૦૦ની સિરીઝમાં ૭૮૬ ની નોટ હોય તો મને આપો તેમ કહી ગલ્લામાં નોટ નાખીને તેને શોધવાનું ઢોગ કરી ચંદ્રેશભાઇ નજર ચૂકવી ગલ્લામાંથી રોકડા રૂપિયા ૬૫૦૦૦ સેરવી લઇને જતા રહયા હતા. આ અંગે ચંદ્રેશભાઇ ને ખ્યાલ આવ્યો કે કંઈક ખોટું થયું છે જે તેમણે કાઉન્ટરમાં મુકેલા રોકડા રૂપિયાની ગણતરી કરતા તેમાંથી રૂપિયા ૬૫૦૦૦ ઓછા નીકળ્યા હતા.જેથી ચોરી થયા ભાન થતા ચંદ્રેશભાઇઍ જીતેશભાઈને જાણ કરી હતી. ત્યારબાદ જીતેશભાઈ દુકાને દોડી આવી સીસીટીવીના ફુટેજ ચેક કરતા બંનને ગઠિયાઓઍ મોઢા પર માસ્ક અને માથે ટોપી પહેરીને આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રેશભાઇની નજર ચુકવી કળા કરી ગયા હોવાની તમામ કરતુત સીસીટીવીમાં દેખાય આવી હતી આ બનાવ અંગે જમુભાઇઍ રાંદેર પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.