![](https://suratchannel.in/wp-content/uploads/2023/01/Still0105_00003.bmp)
કતારગામ જીઆઇડીસી ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેસી રીક્ષા સાથે ડ્રાઇવરને પકડી પાડી પાંજેર પુર્યો છે.પોલીસે દારૂનો જથ્થો,રીક્ષા,મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૧.૦૪ લાખની મતા કબજે કરી ઍક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.
કતારગામ પોલીસને બાતમી મળી હતી કે કતારગામ ચાર રસ્તા પાસેથી જીજે- ૫- ટીટી- ૨૮૩૪નંબરની રીક્ષામાં દારૂનો જથ્થો લઇને ચાલક પસાર થવાનો છે .આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત નંબરની રીક્ષા આવતા પોલીસે આંતરી લીધી હતી.પોલીસે રિક્ષા ડ્રાઇવરની પુછપરછ કરતા અમરોલી છાપરા ભાઠા રોડ શ્રીરામનગરમાં રહેતો ચેતન ચંદ્રકાંત મકવાણા હોવાનું જણાવ્યુ હતુ.પોલસે ત્યારબાદ રીક્ષાની તલાસી લેતા અંદરથી રૂ.૫૮,૦૦૦ ૩૧૦ નંગ દારૂની બોટલ મળી આવી હતી.જેથી પોલીસે તેને પકડી વધુ પુછતા અમરોલી છાપરા ભાઠા રોડ અમ્રાકુંજ સોસાયટીમામ રહેતો છોટુ ઉર્ફે છોટુ માલીયો નિપ્રચરણ સ્વાઇ નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યા હોવાની કબુલાત કરી હતી.પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, રીક્ષા ,મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા ૧.૦૪ લાખની મતા કબજે કરી છે.