
સરથાણા કૃષ્ણકુંજ ફાર્મની ગલીમાંથી પોલીસે ઍમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઍક યુવકને ઝડપી પાડ્યો છે .પોલીસે તેની પાસેથી ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો, રોકડ, મોબાઈલ અને ઍકટીવા ગાડી મળી કુલ રૂપિયા ૯૦,૩૬૦ની મતા કબજે કરી છે. જ્યારે ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે
સરથાણા પોલીસને બાતમી મળી હતી કે કૃષ્ણકુંજ ફાર્મની ગલી ઍક યુવક જીજે-૫-ઍસઍચ-૨૬૮૯ નંબરની ઍકટીવા ગાડી પર ઍમ.ડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે ફરી રહયો છે આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી ઍકટીવા સાથે ઍક યુવકને ઝડપી પાડ્યો હતો .પોલીસે તેની પૂછપરછ કરતા સરથાણા વજ્રચોક વેરોના રેસીડેન્સીમાં રહેતો અતીત અરવિંદ મકવાણા હોવાનુ જણાવ્યુ હતુ,પોલીસે તેની તલાસી લેતા રૂપિયા ૯૬૦૦ નો ૯૬૦ ગ્રામ ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે પુછતા રાંદેરમાં રહેતો વસીમ ઉર્ફે સાહીલ ઉર્ફે નીપલ મુસ્તાક મિર્ઝા નામની યુવક પાસેથી ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો, રોકડ, મોબાઈલ અને ઍકટીવા ગાડી મળી કુલ રૂપિયા ૯૦,૩૬૦ની મતા કબજે કરી છે.