ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુકત ઉપક્રમે સમસ્ત ગુજરાત રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના ૬૦૦ જેટલા ઋષિકુમારો દ્વારા સવારે ૮.૦૦ કલાકે પ્રભાતફેરી અડાજણ બદ્રીનારાયણ મંદિર વિસ્તારમાં કાઢવામાં આવી હતી.
ત્યાર પછી રાજ્ય સ્તરીય સ્પર્ધા યોજાય હતી.જેમાં શિક્ષક મંડળના પદાધિકારીયો તેમજ ગુજરાતની પાઠશાળામાંથી ૬૦૦ જેટલા ઋષિકુમારો અને ૧૦૦ થી વધુ ગુરુજનો, વિદ્વાનો, માર્ગદર્શકો અને નિર્ણાયકોની ઉપસ્થિતિ રહયા હતા. પ્રથમ દિવસે ૧૨ વિભાગમાં વ્યાકરણ શલાકા, વ્યાકરણ ભાષણ, ન્યાય ભાષણ, સાહિત્ય ભાષણ, અષ્ટાધ્યાય સૂત્ર પાઠ, શ્રી મદ્દ ભગવત ગીતા પાઠ જેવા વિષયઓની સ્પર્ધાઓ યોજાય હતી.ત્રી -દિવસીય આ સ્પર્ધામાં કુલ ૩૨ પ્રકારની વેદ, પુરાણ, ન્યાય, મીમાંસા વગેરે ની સ્પર્ધાઓ યોજાશે.