
ગોડાદરા દેવધ ચેક પોસ્ટ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર ઍસ.ટી.ઍફની ટીમે બાતમીના આધારે ચાર હત્યારાઓને ઝડપી પાડયા હતા.બિહાર રાજયાના કટીહાર જીલ્લમાં મોહન ઠાકુર અને પીંકુ યાદવ વચ્ચે થયેલા ગેગવોરમા પીંકુ યાદવ સહિતની પાંચની હત્યા થઇ હતી.જેમા મોહન ઠાકુર ગેગના પકડાયેલા આરોપીઓ બિહાર છોડીને સુરત ભાગી આવ્યા હતા.
બિહાર રાજયના કઠિયાર જીલ્લામા ઍક મહિના પહેલા પાંચની હત્યામા સંડોવાયેલા મોહન ઠાકુર ગેેગના સાગરિતો સુરતના કડોદરા વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી બિહારની ઍસ.ટી.ઍફની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચને આપી હતી.બિહારની ઍસ.ટી.ઍફની ટીમ સુરત આવી હતી.ત્યારબાદ બિહારની ઍસ.ટી.ઍફની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા મોહન ઠાકુર ગેગના સાગરિતો ગોડાદરા દેવધ ચેક પોસ્ટ પાસે આવવાના છે.આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી બિહાર ભાગલપુર જીલ્લાના પીપરેલી પોસ્ટેના બાખરપુર ગામમા રહેતા સુમરકુવર ફાગુકુવર ભુમિહાર,ધીરજસિંગ અરવીંદસિંગ,અભિષેક ઉર્ફે ટાઇગર શ્રીરામ રાય અને અમન સત્યેન્દ્ર તિવારીને ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની પુછપરછ કરતા બિહાર રાજયના કઠિયાર જીલ્લામા મોહન ઠાકુર અને પીંકુ યાદવ ગેગ વચ્ચે જમીન,પાણી અને મિલ્કતો ઉફર કબજા જમાવવા માટે આ ગેગ ઍકબીજા પર હુમલાઓ કરીલ ખુની ખેલ ચાલ્યા કરે છે.આ બંને ગેગ વિરૂધ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ નોધાયા છે.આ બંને ગેગ વચ્ચે થોડા સમયથી ગંગા નદી કાંઠે કાપની જમીન ઉપર કબજા કરવા માટે તકરાર ચાલી રહી હતી.જે બાબતની અદાવત રાખી બંને ગેગ વચ્ચે ભવાનીપુર ગામમામ ૮-૧૨-૨૦૨૨ નો ખુની ખેલ ખેલાયો હતો.જેમાં મોહન ઠાકુર ગેગના ૨૩ સાગરિતો અને પીંકુ યાદલના સાગરીતો વચ્ચે દારૂગોળા અને પિસ્તોલોનો ઉપયોગ કરી ત્રણ કલાક ફાયરીંગ ચાલી હતી.જેમાં મોહન ઠાકુર ગેગે પીકું યાદવ સહિત પાંચ જણાની હત્યા કરી તેમની લાશ ગંગા નદીના પાણીમાં નાંખી તમામ ભાગી ગયા હોવાની કબુલાત કરી છે.સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને કોર્ટમા રજુ કરી તા.૯મી સુધીના ટ્રાન્જીસ્ટ રીમાન્ડ મેળવી તેઓનો કબજા બિહાર ઍસ.ટી.ઍફની ટીમને સોપ્યો છે.