
અડાજણ ક્રોમા શો-રૂમની પાસે આવેલા ઍસઍમસી આવાસના પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડતા ભાગદોડ મચી ગઇ હતી.જોકે કોઇને ઇજા પહોચી ન હતી.પોપડ પડવાથી રહીશોમાં ભયનો માહોલ જાવા મળી રહયો છે. આવાસમામ લોકો જીવના જોખમે રહેવા મજબુર બન્યા છે.
અડાજણ ક્રોમા શો-રૂમની પાસે ૮ વર્ષ પહેલાં મનપા દ્વારા આવાસો બનાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર ૮ વર્ષમાં જ આવાસ ઍક્દમ જર્જરીત હાલતમાં થઇ ગયા છે.આજે અચાનક ઍસઍમસી આવાસના પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડતા ભાગદોડ મચી ગઇ હતી.જોકે કોઇને ઇજા કે જાનહાનિ પહોચી ન હતી.મહિના પહેલા પણ બીજા માળ નો કાટમાળ પડ્યો હતો.તેમ છતા પાલિકના દ્રારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.રહીશો દ્રારા અનેકવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં તંત્ર ઉદાસીન વલણ દાખવી રહી છે.ગરીબ લોકોના જીવ ભગવાન ભરોસે દેખાય રહયા છે.બિલ્ડિંગમાં રમતા બાળકોના જીવ જોખમમાં મુકાયા છે.આવસાનો સ્લેબ તૂટી પડશે તો મોટી હોનારત સર્જવાની ભીતિ દેખાય રહી છે.આવાસ ખૂબ હલકી ગુણવત્તાના મટીરીયલ થી બનાવવામાં આવ્યા હોવાનો રહીશો આક્ષેપ કરી રહયા છે.