સુરત શહેરમાં વિવિધ ટીપી સ્કીમમાં જાહેર કરેલા રસ્તાના કબજા લેવાનું અભિયાન પાલિકાઍ શરુ કર્યું છે. ગઈકાલે ૬૧૦૦૦ ચોરસ મીટર રસ્તા ખુલ્લા કર્યા બાદ આજે સતત બીજા દિવસે આ કામગીરી ચાલુ રાખી હતી. કેટલીક જગ્યાઍ લોકોઍ રસ્તા ખોલવાની કામગીરી સામે સમય માગ્યો હતો પરંતુ પાલિકાઍ અગાઉથી જ નોટિસ આપી હોવાથી આજે બીજા દિવસે ૭૮૦૪૮ ચોરસ મીટર રસ્તાનો કબજો લેવાની કામગીરી કરી હતી.
સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ જાહેર થઈ ગઈ છે અને તેના માટે રસ્તાના કબ્જા લેવાની કામગીરી ઘણાં લાંબા સમયથી બાકી રહેતી હતી. આ કામગીરીના બાકી હોવાથી અનેક જગ્ચાઍ રસ્તા ખુલ્લા થયા ન હતા અને ટ્રાફિક સમસ્યા થતી હતી. આ ઉપરાંત ટીપી સ્કીમ લાગુ મોટા રસ્તા સાથે લિંક થતા રસ્તા જોડવાના પણ બાકી રહી જતાં હતા. જેના કારણે મ્યુનિ. કમિ‘રે શહેરમાં ત્રણ દિવસ ઘણાં જ અગત્યના હોય તેવા રસ્તા ખોલવા માટે અભિયાન શરૂ કરાવ્યું છે.ગઈકાલે શહેરના ૧૦ મોટા રસ્તા ખોલવાની કામગીરી બાદ આજે આઠ રસ્તા ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં ૧૮૫ કર્મચારીઓની મદદ લેવા સાથે ૪૦ જેટલા વાહનોનો ઉપયોગ કરીને ૧૮ થી ૪૫ મીટર પહોળાઈના રસ્તા સાથે કનેક્ટીવીટી માટે ખુલ્લા કરવાની કામગીરી કરી છે.આજની કામગીરી દરમિયાન કતારગામ, વરાછા ઍ ઝોન, સરથાણા, લિંબાયત ઝોન, અઠવા ઝોન અને ઉધના ઍ ઝોનના આઠ રસ્તા ખોલવાની કામગીરી કરી છે. કેટલીક જગ્યાઍ પાલિકાની કામગીરી અટકાવવા માટે દબાણ કરનારાઓઍ સમય માગ્યો હતો પરંતુ પાલિકાઍ અગાઉ નોટિસ આપી હતી અને હાલ આ રસ્તા ખુલ્લા કરવા જરૂરી હોવાથી કોઈ દલીલ સાંભળ્યા વિના રસ્તા ખોલવાની કામગીરી કરી હતી.