નિયલ ચેક પોસ્ટ ખાતેથી સારોલી પોલીસે ઈન્દોરથી સુરત ડિલિવરી આપવા આવેલા યુવાનને ૪૭૫ ગ્રામ ચરસ સાથે ઝડપી પાડવાના પ્રકરણમાં ઍસઓજીઍ નાસતા ભાગતા ઍક આરોપીને પર્વત પાટિય જુના જકાતનાક પાસેથી પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો.
સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટ પાસે ચાલતા ચાલતા ટ્રાવેલીંગ બેગ સાથે સુરત તરફ આવતા યુવાનને અટકાવી તેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.૭૧,૨૫૦ ની મત્તાનું ૪૭૫ ગ્રામ ચરસ મળ્યું હતું.પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોર મોતી તબેલા ચોરાહા શિંદે કોમ્પલેક્ષમા રહેતા ફૈઝલ ઉર્ફે સીઍનજી સફી ખાનની અટકાયત કરી તેની પાસેથી ચરસ ઉપરાંત રોકડા રૂ.૧ હજાર, મોબાઈલ ફોન, જીન્સ પેન્ટ સાથેની ટ્રાવેલીંગ બેગ મળી કુલ રૂ.૭૯,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરી ચરસ મંગાવનાર સુરતના યાસીનભાઈ અને મોકલનાર ઇન્દોરના જાવેદ ઉર્ફે બબલુ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.તે દરમ્યાન ઍસઓજીને બાતમી મળી હતી કે આ કેસમાં વોન્ટેડ આરોપી પર્વત પાટિય જુના જકાતનાક પાસે પિસ્તોલ સાથે ફરી રહયો છે. આ હકીકતના આધારે વોચ ગોઠવી મુળ ઍમપીના બડવાની જીલ્લાના સિંધવા ગામનો વતની હાલ લીંબાયત મદીના મસ્જીદ પાસે બુધ્ધદેવ સોસાયટીમા રહેતો યાસીન છોટુ કુરેશીને પકડી પાડયો હતો.પોલીસે તેની પાસેથી રૂ.૨૫ હજારની પિસ્તોલ કબજે કરી હતી.પોલીસે પુછતા ઍક વર્ષ પહેલા ડીસીબીઍ ત્રણ પિસ્તોલ સાથે પકડી પાડયો હતો.ત્યારબાદ જુન-૨૦૨૨મામ જેલ મુકત થયા બાદ ઍમપી સિંધવા ખાતે રહેતા મિત્ર સેજાદ ઉર્ફે લાલા શેખની પાસેથી વેચાણ માટે ઍક પિસ્તોલ મંગાવી હતી.પરંતુ ગ્રાહક ન મળતા પોતાની પાસે રાખી મુકી હતી.ત્યારબાદ સુરત ખાતે રહેતા મિત્રઍ યાસીન પાસે ચરસ મંગાવ્યો હતા.જેથી યાસીને ઍમપી.ઇન્દોરમા રહેતા મિત્ર ફૈઝલ ઉર્ફે સી.ઍન.જી સફીખાન પાસે ચરસનો જથ્થો મંગાવ્યો હતો.પરંતુ તે નિયોલ ચેક પોસ્ટ પાસે પકડાય ગયો હતો.આ ગુનામા પોલીસ તે શોધવા માટે ઘરે આવશે અને પોલીસને પિસ્તોલ ન મળે તે માટે પોતાની સાથે રાખી ભાગતો ફરતા હોવાની કબુલાત કરી છે.