ડીંડોલી નવાગામ વિસ્તારમા ટયુશન કલાસ ચલાવતા ઍક શિક્ષકની કરતુતથી સમગ્ર શિક્ષણ જગત શમશાર થઇ ગયુ હતુ.ઍક વિધાર્થીને બાથરૂમમા લઇ જઇ શિક્ષકે મુખ મૈથુન અને સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
ડીંડોલી નવાગામ જયગાયત્રીનગરમા રહેતો ગણેશ મછીન્દર આહીરે પોતાના મકાનમા ખાનગી ટયુશન કલાસીસ ચલાવે છે. તેમની કલાસમા અનેક વિધાર્થીઓ આવે છે. પરંતુ શિક્ષક ગણેશે પોતાના ટયુશન કલાસમા આવતા ઍક વિધાર્થી ઉપર નિયત બગાડી હતી.તા.૫મી જાન્યુઆરીના રોજ વિધાર્થી ટયુશને આવતા શિક્ષક ગણેશે તેને ભણાવવના બહાને બાથરૂમમા લઇ જઇ કપડા ઉતારી બળજબરીપુર્વક તેની સાથે સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતુ. આટલુ ઓછુ હોય ત્યાં શિક્ષકે તેની સાથે મુખ મૈથુન કરી પોતાની હવસ સંતેષી હતી.ત્યારબાદ વિધાર્થીઍ આ સમગ્ર વાત પરિવારને કરતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ બનાવ અંગે પરિવારે ડીંડોલી પોલીસ મથકમા નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.