આગામી દિવસોમામ ઉતરાણનો તહેવાર હોવાથી પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા માટે ડિસ્ટ્રીક ટ્રાફિક ઍજ્યુકેશન સોસાયટી દ્વારા શહેરમાં ૭ દિવસ સેફટી બેલ્ટનું વિતરણ કરવાની ઝુંબેશ હાથ ધરવામા આવી છ.જેના ભાગ રૂપે ડિસ્ટ્રીક ટ્રાફિક ઍજ્યુકેશન સોસાયટી દ્વારા અઠવા ગેટ ચોપાટી ટ્રાફિક પોલીસ ચોકી પાસે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
ઉતરાયણ નિમિત્તે ટુ-વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરાથી બચવા માટે આરટીઓ અને ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ ડિસ્ટ્રીક ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ ચોપાટી ચાર રસ્તા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો આ શહેરના વિવિધ વિસ્તારમાં સાત દિવસ સુધી સેફટી બેલ્ટનું વિતરણ કરશે. આ કાર્યક્રમાં પૂર્વમંત્રી પુર્ણેશ મોદી, જોઈન્ટ પોલીસ કમિશનર, અને આરટીઓ અધિકારી ઉપસ્થિત રહયા હતા. પૂર્વ મંત્રી પુર્ણેશ મોદી,અપોલીસ અધિકારીઓઍ બાઈક ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવ્યા તેમને ટ્રફિકના નિયમોનુ પાલન કરવાની સલાહ આપી હતી.કોલેજની વિદ્યાર્થીનીઓ પણ આ સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમમાં જોડાઈ હતી.