અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સોશિયલ સર્કલ પાસે આવેલ શનિદેવ મંદિર ખાતે બિનવારસી મૃતકોના ફોટા નું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.હાલ ૧૦૦૦ ફોટાઓ મુકવામા આવ્યા હતા. જે લોકોના સભ્ય ગુમ થયા હોય તેવા પરિવાર આ પ્રદર્શનમા મોટી સંખ્યામા આવી રહયા છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અગિન્દાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોસીયો સર્કલ શનિદેવ મંદીરની પાસે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન મુકવામાં આવ્યુ હતુ. ૨૦૧૬ થી આજદીન સુધી બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેના સ્વજનો ગુમ થયા હોય અને આજદીન સુધી મળ્યા ન હોય તેઓને આ પ્રદર્શનમાં ફોટા જાઇને પોતાના સ્વજનોની ઓળખ કરી શકે છે.૧૦૦૦ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન મુકવામા આવ્યુ છે.બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શનથી અત્યાર સુધી ૩૬ પરિવારને પોતાના સભ્યની ઓળખ થઇ છે.