ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને પોલિશ્ડ જ નથી કરાતાં પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના ઍક જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. સિંગ વોચ બ્રેસલેટમાં ૧૭ હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ૮થી ૧૦ મહિનાની મહેનતે બનેલી વોચ બ્રેસલેટની બીજી કોપી નહીં બનાવવાનો દાવો પણ જ્વેલર્સ દ્વારા કરાયો છે.
સુરત શહેર ફરી ઍક વાર જ્વેલરી ક્ષેત્રમાં ગૌરવની ક્ષણ સામે આવી છે. હોંગકોંગમાં કોરોનેટ વોચના નામે અગાઉ ૧૫૦૦૦ ડાયમંડ લગાડવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. જે સુરતની હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા તથા રેનાની જ્વેલ્સ જે યુપી મેરઠ મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે તોડીને પોતાના નામે રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
આ વખતે સોનાની રીયલ ડાયમંડની વોચ બ્રેસલેટ બનાવવામાં આવી છે. આ વોચ બ્રેસલેટમાં ૧૭,૫૨૪ રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. ૧૭૫૨૪ રીયલ ડાયમંડમાં ૧૨ નેચરલ રીયલ બ્લેક ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. આમાં ૦.૭૨ કેરેટનો ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો ઍ છે કે, આ વોચમાં ૧૧૩ નિલમની ચોકીઓ જેને અંગ્રેજીમાં બ્લુ સફાયર નેચરલ બગેષ્ટનો પણ સમાવેશ કરાયો છે.ટોટલ વજન સોનાનો બ્રેસલેટમાં ૩૭૩.૦૩૦ ગ્રામ છે. જ્યારે ટોટલ ડાયમંડનું વજન ૫૪.૭૦ કેરેટ વાપરવામાં આવ્યું છે. આની પહેલા હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા અને રેનાની જ્વેલર્સ હર્ષિતભાઈ બંસલ દ્વારા મેરીગોલ્ડ રીંગ પણ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. જેમાં ૧૨,૬૩૮ ડાયમંડ સેટ કરી સૌથી વધારે ડાયમંડ સેટિંગનો રેકોર્ડ ગિનીઝ બુકનો તોડ્યો છે.