
ઉધના દરવાજાથી ગોપીપુરા સુભાષ ચોક જવા માટે ઍક રીક્ષામા બેઠેલા વૃદ્ધ દંપતિને ચાલક અને તેના ત્રણ સાગરિતાઍ મારમારી રોકડા રૂ.૧૨,૫૦૦ની લુંટ કરી મોબાઇલ ફોનને નુકશાન કરી ભાગી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
ગોપીપુરા સુભાષચોક જૈન દેરાસરની ગલીમા પાશ્વનાથ બિલ્ડીંગમાં રહેતા મહેન્દ્રભાઈ કાંતિલાલ પારેખ અને તેમની પત્ની પ્રેમિલા બેન ઘરમા સ્ટોન લગાડી પરિવારનું ગુજરાન ચલાવે છે.તારીખ ૭મી જાન્યુઆરીના રોજ સવારે નવસારી ખાતે પોતાની કુળદેવીના મંદિરે ગયા હતા ત્યાંથી દર્શન કરી પરત સાંજે ઘરે આવવા માટે ઉધના દરવાજે ઉતરી રીક્ષાની રાહ જાઇને ઉભા હતા.ત્યારે ઍક રીક્ષા તેમની પાસે આવી હતી.અને ચાલકે કાકા ક્યાં જવું છે તેમ કહેતા મહેન્દ્રભાઈ ગોપીપુરા સુભાષચોક જવું છે તેમ કહી રીક્ષાનુ ભાડુ નકકી કરીને પારેખ દંપતિ રીક્ષામા બેઠા હતા.પરંતુ રીક્ષામા પહેલેથી ત્રણ જાણા હતા.રીક્ષા થોડે દુર ચાલ્યા બાદ ચાલક તેના ત્રણ સાગરિતોઍ પારેખ દંપતિને પકડી પ્રેમિલાબેનને તમાચા મારી મેહન્દ્રભાઇના ખિસ્સામાંથી રોકડા રૂ.૧૨,૫૦૦ લઇ લીધા હતા,ત્યારબાદ મોબાઈલ પણ લઇ લીધો હતો પરંતુ મોબાઇલ સાદો હોવાથી તે ફેકી નુકસાન કર્યુ હતુ. રીક્ષા ચાલક તેના ગેગે લુંટ કર્યા બાદ દંપતિને મારમારી પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ડી.કે.ઍમ સર્કલ પાસે સુમસામ જગ્યા પર દંપતિને ઉતારીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે મહેન્દ્રભાઇઍ સબાલતપુરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.