વેસુ સુડા આવાસ પાણી ટાંકી પાસે આવેલા ઍક મકાનમા પોલીસે છાપો મારી ગાંજાના જથ્થા સાથે ઍકને પકડી પાડયો હતો.પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂ.૧૬,૫૦૦ની મતા કબજે કરી છે.
વેસુ પોલીસને બાતમી મળી હતી કે સુડા આવાસ પાણી ટાંકી પાસે આવેલી બિલ્ડીંગ નંબર સાતના રૂમનંબર ૧૨માં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ ચાલી રહયુ છે આ હકીકતના આધારે પોલીસે છાપો માયો હતો.ત્યારે સુડા આવાસમાં રહેતો સરવન ઉર્ફે શ્રવણ રામપદાર્થ કામત ગાંજાના જથ્થા સાથે રંગેહાથ પકડાય ગયો હતો.પોલીસે મકાનમાંથી રૂ.૧૧,૫૦૦ની કિંમતનું ૧૪૯.૧૭ ગ્રામ ગાંજાનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂ. ૧૬,૫૦૦ની મતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.