ઉતરાયણનો તહેવાર આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથેનો તહેવાર છે. આ તહેવાર કોઈના માટે જીવનું જોખમ ન ઊભું થાય તે માટેનો તંત્ર પ્રયાસ કરતું હોય છે. જેને લઇ સરકાર દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્લકના વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં અનેક ઍવા લોકો જે ચોરી છુપીથી આ દોરી અને તુક્કલ વેચતા હોય છે. તો લોકો પણ ચોરી છૂપીથી તેની ખરીદી કરી ઉપયોગ કરે છે. ત્યારે આ ઉતરાયણમાં લોકો કોઈપણ પ્રકારે આવી દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરે તે માટે સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા લોકોની જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.મહિધરપુરા પોલીસ દ્વારા પીસીઆર વાનમાં ગલીઍ ગલીઍ ચાઈનીઝ દોરી અને તુક્લકનો ઉપયોગ ન કરવા ઍનાઉન્સમેન્ટ કરવામાં આવી રહયુ છે.
રાજય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ પણ ગેરકાયદેસર રીતે વેચતા ચાઈનીઝ દોરા અને તુક્કલના વેપારી સામે કડક પગલાં ભરી રહી છે. ત્યારે લોકો પણ ચોરી છુપીથી આવો સામાન ન ખરીદે તે માટે મહિધરપુરા પોલીસ દ્વારા લોકોની જાગૃતિ માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગની પીસીઆર વાન થકી લોકોને જાગૃતિ સંદેશ આપવામાં આવી રહયો છે. ગલીઍ ગલીઍ અને સોસાયટીઓમાં રસ્તાઓ પર પીસીઆર વાન ચાઈનીઝ દોરા, નાયલોન દોરા અને ચાઈનીઝ તુક્કલ ન ખરીદવા કે વેચવા અપીલ કરાઈ રહી છે.લોકોના જીવલેણ ઍવા ચાઈનીઝ દોરા અને તુક્કલ સામે તંત્રઍ પણ લાલ આંખ કરી છે. આવા દોરા અને તુક્કલના વેચાણ પર પોલીસ વિભાગ સખત પગલાં ભરી રહી છે. ઉતરાયણના પર્વ પહેલા પોલીસે અનેક જગ્યાઍથી ચાઈનીઝ દોરીનો વેચાણ કરતા વેપારીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીઍ પણ ટકોર કરતા કહયુ છે કે, ઉતરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈઍ ચાઈનીઝ દોરાને લઇ કોઈના મોત સાથે ઉત્સવની ઉજવણીનો શોખ ન હોવો જોઈઍ. જેને લઇ ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ પોલીસનો આ પ્રકારનો જાગૃતિ પ્રયાસ ઍ ખૂબ જ આવકાર્ય બની રïહયો છે.