ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર કરવામા આવ્યો છે પરંતુ આ કાયદો અને ભૂતકાળના કાયદામાં અનેક વિસંગતતા હોવાથી આ કાયદાને સુરત સહિત અનેક જગ્યાઍ મોળો પ્રતિસાદ મળી રહયો છે. હાલમાં કાયદા હેઠળ બાંધકામ નિયમિત કરવા માટે જે જોગવાઇઓ અને શરતો છે તેમાં ઘણા નિયમોને કારણે ઇમ્પેક્ટ ફીનો અમલ-મંજુરી માટે લોકો તૈયાર નથી તેના કારણો સાથે સુરત પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ઈમ્પેક્ટ ફી ના કાયદામાં સુધારો કરવાની માગણી કરી છે.
ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ના કાયદાની જાહેરાત કરી ત્યાર બાદ અનેક દિવસો પસાર થઈ ગયાં હોવા છતાં પાલિકાને ઓનલાઇન અરજી મળવાની સંખ્યા ઘણી જ ઓછી છે. આ કાયદાનો વધુમાં વધુ લોકો લાભ તે માટે પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને કાયદામાં સુધારો કરવા માટે રજુઆત કરી છે. તેઓઍ લખેલા પત્રમાં જણાવ્યું છે કે કાયદા હેઠળ બાંધકામ નિયમિત કરવા માટે જે જોગવાઇઓ અને શરતો છે તેમાં ઘણા નિયમોને કારણે ઇમ્પેક્ટ ફીનો અમલ-મંજુરી માટે લોકો આગળ આવતાં નથી તેથી કાયદામાં કેટલાક સુધારા જરૂરી છે. આ ઉપરાંત ર્પાકિંગ, ફાયર, ગેરકાયદે બાંધકામ માટે આર્કિટેકની જવાબદારી વગેરે બાબતે ફેરફારનું સૂચન કર્યા છે. તેમજ આ ફેરફાર નહી કરાય તો જે હેતુ માટે સરકાર આ સ્કીમ લાવી છે તેનો લાભ મહતમ મિલકતદારો કરી શકશે નહી તેવી ચિંતા વ્યકત કરી હતી.
આ ઉપરાંત રજુ કરવામાં આવી છે કે, નિયમ ફાયરની સુવિધા બાબતનો છે, જે પ્લાનો જુના મંજુર છે અને જેતે સમયે ફાયરના નિયમો નહીં હોવાથી ફાયર સુવિધા નથી. આવા મકાનો જુના હોય ફાયરની તમામ સુવિધા કરવી શક્ય નથી આવા મકાનોમાં માત્ર ફાયરના ઍકઝીક્યુટર કે મીનીમમ સગવડ સાથે પરમીશન આપવી જરૂરી છે સાથે સાથે નિયમો મુજબ જો કોઇક સંજોગોમાં પ્લાન ગૃડા હેઠળ મંજુરના થાય તો સઘળી જવાબદારી ઍન્જીનીયર-આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર ઍન્જિનિયર પર નાખી ઍવા મકાન તોડી પાડવાની જવાબદારી પર રાખવામાં આવી છે, જ્યારે કાયદાકીય રીતે આવી કોઇ સત્તા ઍન્જીનીયર-આર્કિટેક્ટ પાસે નથી અને તેમાં નિષ્ફળ જાય તો ક્રિમીનલ ઓફેન્સ ગણી પગલા લેવાની સંમતિ આપતો બાંહેધરી માંગવામાં આવે છે.