રાંદેર રામનગરથી જહાંગીરપુરા જવા માટે રિક્ષામાં બેઠેલા ઍક યુવકને આગળ પાછળ બેસવાનું કહી ચાલક અને તેના ત્રણ સાગરિતોઍ ખિસ્સામાંથી રૂપિયા ૨૩ હજાર રૂપિયા ચોરી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
પાલનપુર જકાતનાકા હિદાયતનગર સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ બેસુભાઈ સહાની મિસ્ત્રી કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ ૫મી જાન્યુઆરીના રોજ મિસ્ત્રી કામનો સામાન ખરીદવા માટે રામનગર ખાતે આવેલી ઍક દુકાનમાં ગિરીશભાઈ આવ્યા હતા. ગિરીસભાઈ દુકાનમાંથી સામાન ખરીદ્યા બાદ દાંડી રોડ ખાતે આવેલી ટાઇપ ગેલેક્ષી નામની બિલ્ડીંગમાં કામ ચાલતું હોવાને કારણે ત્યાં જવા માટે રિક્ષાની રાહ જાઈ ઉભા હતા. તે વખતે ઍક રીક્ષા તેમની પાસે આવી હતી અને ચાલકે જણાવ્યું હતું કે જહાંગીરપુરા કહાં પે આયા હૈ, તેમ પુછતા ગિરીશભાઈઍ તેને સરનામું બતાવ્યું હતું. પરંતુ રીક્ષાચાલકે આપ કહા જા રહે હો, મેરે કો દિખા દો, મે આપકો બાદમાં છોડ દૂંગા તેમ કહી રીક્ષામાં ગિરીશભાઈને બેસાડ્યા હતા. પરંતુ રિક્ષામાં પહેલેથી ૨ વ્યક્તિ અને ૧ મહિલા બેઠી હતી. તેઓઍ આગળપાછળ બેસવાનું કહી ગિરીશભાઈના ખિસ્સામાંથી ૨૩ હજાર ચોરી લીધા હતા. ત્યારબાદ રીક્ષાચાલકે ગિરીશભાઈને રસ્તામાં ઉતારી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. થોડીવાર પછી ગિરીશભાઈને ભાન થયું કે પોતાના ૨૩ હજાર ચોરાઈ ગયા છે. આ બનાવ સંદર્ભે ગીરીશભાઈઍ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. રાંદેર પોલીસે ગુનો નોધી આગળ તપાસ હાથ ધરી છે.