
સલાબતપુરા અને લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલા સ્લમ વિસ્તારોમાં વીજચોરીની ફરિયાદને પગલે ટોરેન્ટ પાવર કંપનીઍ પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં રેડ કરી હતી. તે દરમિયાન છ જેટલા વ્યક્તિઓ વીજચોરી કરતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
ટોરેન્ટ પાવર કંપનીને માહિતી મળી હતી કે, રૂસ્તમપુરા સ્લમવાડ સહિત અકબર શહીદનો ટેકરો, માન દરવાજા, બાખડ મહોલ્લો, રેલ રાહત કોલોની, ખ્વાજા નગર, લિંબાયત મીઠીખાડી, રમાબાઈ ચોક, અને લિંબાયત પતરાની ચાલ વિસ્તારમાં વીજચોરી કરી ગેરકાયદસેર રીતે અન્ય મકાનોમાં પાવર સપ્લાય કરી બીજાની જિંદગી જાખમમાં મુકાય તેવુ કૃત્યુ આચરી રહ્ના છે અને કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોચાડે છે. આ હકીકતના આધારે ટોરન્ટ પાવર કંપનીઍ અલગ અલગ ટીમ બનાવી પોલીસને સાથે રાખી રેડ કરી હતી. ત્યારે છ વ્યક્તિઓ પોતાના મકાનમાંથી અન્ય મકાનમાં વીજ સપ્લાય કરી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોચાડી લોકોની જીંદગી જાખમમાં મુકાય તેવું કૃત્ય કરતા રંગેહાથ પકડાઈ ગયા હતા. આ તમામ વિરુદ્ધ સલાબતપુરા અને લિંબાયત પોલીસ મથકમાં વીજ કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.