
સુરત મહાનગરપાલિકામાં ખોટા પુરાવાઓ રજૂ કરી બેલદારની નોકરી મેળવનાર ઍક યુવક સામે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં બેલદાર, સફાઈ કામદાર સહિતની જગ્યા માટે ઓનલાઇન જાહેરાત મુકી હતી. જેમાં ઓછામાં ઓછું ધો. ૪ અને વધુમાં વધુ ધો. ૯ સુધી અભ્યાસ કરનાર વ્યક્તિઓ જ અપ્લાય કરવાની શરત હતી. પરંતુ નાનપુરા ખારવાવાડમાં બેજનજી કોટવાલ સ્ટ્રીટમાં રહેતા ભદ્રેશકુમાર સુરેશભાઈ મહેતાઍ ધો. ૭ પાસ હોવાના પુરાવા મુકી જરૂરી ડોક્યુમેન્ટો સાથે ફોર્મ ભર્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા ભદ્રેશકુમારનું સિલેકશન કરી કતારગામ ખાતે તારીખ ૨૫-૨-૧૮ના રોજ પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ભદ્રેશકુમાર પાસ થયા હતા. ત્યારબાદ તેઓને કતારગામ ખાતે તાલીમાર્થી બેલદાર તરીકે નોકરી મળી હતી. પરંતુ તેમને રજૂ કરેલા પુરાવાની તપાસ કરતા નાનપુરા આર.ડી. કોન્ટ્રાક્ટર હાઇસ્કુલમાં ધો. ૧૦ અને ૧૨ પાસ કર્યા બાદ અમરોલી બરફીવાલા કોલેજમાં ઍસવાયબીકોમનો અભ્યાસ અધૂરો કર્યો હોવાનો સામે આવ્યો હતો. આ અંગેનો તમામ પુરાવા પાલિકા મેળવ્યા બાદ ભદ્રેશકુમારની સામે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. નોકરી મેળવવા માટે ખોટા પુરાવાઓ રજૂ નોકરી મેળવ્યા હોવાનું સાબિત થતાં નવસારી-ગણદેવી સ્થિત સિદ્ધિવિનાયક રો હાઉસમાં રહેતા અને મોગલીસરા મેઇન ઓફિસમાં મહેકમ વિભાગમાં સેકશન ઓફિસર તરીકે કરતા કિરણકુમાર નટવરલાલ ગાંધીઍ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.