![](https://suratchannel.in/wp-content/uploads/2023/01/Still0113_00006.bmp)
રામપુરા પોલીસ લાઇનમાં રહેતા ઍક પોલીસ કર્મી સાઇબર ક્રાઇમનો શિકાર બન્યો છે. ઓનલાઇન ઉપર પોતાનો મકાન ભાડે આપવાની જાહેરાત જાઈ ઠગબાજાઍ ભારતીય સેનામાં નોકરી કરતા હોવાનું જણઆવી પોતાનું ટ્રાન્સફર સુરત ખાતે થયું છે અને ભાડાનું મકાન જાઈઍ તેમ કહી પોતાના ખાતામાં રૂપિયા ૪૫ હજાર ટ્રાન્સફર કરાવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મહારાષ્ટ્રના ભુસાવળના વતની અને હાલ રામપુરા પોલીસ લાઇનમાં રહેતા ૫૮ વર્ષીય વિકાસભાઈ દામુભાઈ નાવીકર સુરત શહેર પોલીસમાં ઍઍસઆઈ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું પરવત પાટીયા ઓમનગમાં અન્ય ઍક મકાન આવેલું છે જે ભાડા આપવા માટે વિકાસ ભાઈઍ ઓઍલઍક્સ પર જાહેરાત મુકી હતી. તા. ૧૧મી જાન્યુઆરીના રોજ આ જાહેરાત જાઈ ઍક ઠગબાજે વિકાસભાઈને ફોન કર્યો હતો અને પોતે ભારતીય સેનામાં નોકરી કરું છુ અને હાલ મારી નોકરી ગુવાહાટીમાં છે. મારું સુરત ખાતે ટ્રાન્સફર થયું છે તેથી મકાનની જરૂરીયાત છે. તેમ કહી પોતાનું બોગસ આર્મીનુ આઈડી કાર્ડ મોકલતા વિકાસભાઈઍ તેના પર વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આર્મીમેન તરીકે ઓળખ આપતા દીપક પવારે મારા સીનીયર સાથે વાત કરાવીને ઘરની ડિપોઝીટ અને ઍક માસનું ભાડું આપવાની બાયધરી આપી હતી. ત્યારબાદ ફરીથી દિપક પવારે ફોન કરીને ઓમપ્રકાશ દીપનકર નામના વ્યક્તિ સાથે વાત કરીને જણાવ્યું હતું કે આ મારા સીનીયર છે તેમ કહી વિકાસભાઈ સાથે વાત કરાવી હતી. સીનીયર ઓફિસર તરીકે વાત કરનાર ઓમપ્રકાશે તમારે અમારા આર્મીના ઍકાઉન્ટના ૪૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. ત્યારબાદ સરકારી નિયમ મુજબ તમને આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જેથી વિકાસભાઈઍ ગુગલ પ્લે મારફત પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા. પરંતુ થોડા દિવસ પછી પૈસા પરત નહીં આવતા વિકાસભાઈઍ દિપકને ફોન કરી પૈસાની માંગણી કરતા અલગ અલગ વાયદાઓ કરી પૈસા પરત આપ્યા નહતા. વિકાસભાઈને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે વિકાસભાઈઍ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.