
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ અંતર્ગત લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. સોમવારે અઠવાગેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે ઍક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેસુમાં આવેલી હિલ્સ નર્સરી સ્કૂલના બાળકો દ્વારા ઍક સુંદર મજાનું નાટક રજુ કરી લોકોને ટ્રાફિકની જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓઍ વિવિધ વેશભૂષમાં લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી હતી. ટ્રાફિકનું પાલન કરવા માટે લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.