
ઉધના કલ્યાણકુટીરમાં રાત્રિના સમયે ઍક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે, આગના કારણે ઘરમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા. આગને લઇ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.