
સચીન સુડા સેક્ટરની પાસે ઍક ટેમ્પા ચાલકે બે વ્યક્તિને અડફેટે લેતા ઍકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કપરૌલ ગામના વતની અને હાલ સચીન સુડા સેક્ટર-૨ની આવેલા રૂમમાં રહેતા જાકીર મોહમદ મુસ્તકીમ અન્સારી સિલાઇ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જાકીર અન્સારીના રૂમ પાર્ટનર તરીકે શ્યામબાબુ રામચંદ્રસિંહ અને સમીર સલ્ટન અંસારી રહેતા હતા. તારીખ ૧૫મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શ્યામબાબુ અને સમીર શાકભાજી ખરીદવા માટે માર્કેટમાં ગયા હતા. તે દરમિયાન સચીન ઍપ્રેલ પાર્કથી દૂરદર્શન ટાવર તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્ના હતા તે વખતે ઍક ટેમ્પાચાલકે અન્ય વાહનને ઓવરટેકના ચક્કરમાં બંને જણાને અડફેટમાં લીધા હતા. પરિણામે બંનેને ગંભીર ઇજા પહોચતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પરંતુ ટેમ્પોચાલક અકસ્માત કરીને ભાગી છૂટયો હતો. શ્યામબાબુને માથામાં ગંભીર ઇજા પહોચતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ગંભીરરીતે ઘવાયેલા સમીરને સારવાર અર્થે સીવીલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે જાકીર અન્સારીઍ સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.