
ઉધના વિસ્તારમાં દુકાન પરથી પતંગ લઇ ચાલતી પકડેલા યુવકને ટકોર કરતા મામલો ગરમાયો હતો. પતંગ ચોરી કરી જતાં યુવકે પોતાના સાગરીતોને બોલાવી રસ્તા ઉપર હોબાળો મચાવ્યો હતો. જાતજાતામાં છુટા હાથની મારામારી કરી હથિયાર વડે લોકોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉધનામાં સલૂનની દુકાન ચલાવતા સંચાલકે પતંગ લઇને જતા યુવકને ઠપકો આપ્યો હતો. તે બાબતે બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોચી ગયો હતો. પરંતુ સોસાયટીના લોકો ઍકઠા થતાં ટપોરીઓને મેથીપાક ચખાડ્યો હતો. જાકે, આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને મારામારી કરતા ટપોરીઓને પકડીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આ મારામારીના સીસીટીવી ફુટેજા સામે આવ્યા છે.