વરાછા વિસ્તારમાં ઍક સોસાયટી બહાર રખડતા કુતરાઍ બાળકી પર કરેલા હુમલા બાદ ફરી ઍક વાર પાલિકાના માર્કેટ વિભાગની કામગીરી વિવાદમાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં પાલિકા ૩૭ હજાર કુતરાના ખસીકરણ નો દાવો કરે છે પરંતુ સુરતમાં કુતરા ની સંખ્યામાં સતત વધારો થતાં આ કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. પાલિકા તંત્ર ઍ છેલ્લા પાંચ વર્ષમાં ૩૭ હજાર કુતરાના ખસીકરણનો દાવો કર્યો છે અને પાંચ વર્ષમાં કામગીરી પાછળ ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે તેમ છતાં કુતરાનો ત્રાસ દિવસેને દિવસે વધતો રહે છે તેથી કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્ના છે.
સુરત શહેરમાં જે રીતે ગાય અને ભેંસ ના આંકડા પાલિકા તંત્ર પાસે ચોક્કસ નથી તેવી જ રીતે રખડતા કુતરાના આંકડા પણ ચોક્કસ નથી. ઍક અંદાજ મુજબ સુરત શહેરમાં ૮૦ હજારથી વધુ રખડતા કુતરા છે અને છેલ્લા કેટલાક વખતથી આ કુતરાઓ હિંસક બની ને અનેક લોકો પર હુમલા કરી રહ્નાની ફરિયાદ પણ વધી રહી છે. સુરત મહાનગરપાલિકાઍ કુતરાનો ત્રાસ દુર કરવા માટે ખસીકરણની કામગીરી શરૂ કરી છે રોજના ત્રીસથી વધુ કૂતરાને પકડીને ખસીકરણ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાઍ ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ કરીને ૩૭ હજાર કુતરાના ખસીકરણ કર્યા છે. જેમાંથી આ વર્ષમાં જ દસ હજારથી વધુ કુતરાઓનું ખસીકરણ કર્યું છે. પાલિકાની કામગીરીના દાવા પ્રમાણે ૩૭ હજાર કુતરાઓનું ખસીકરણ થયું છે તેમ છતાં વધતા ત્રાસના કારણે આ ખસીકરણની કામગીરી કેટલી સફળ રહી છે તેની સામે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્ના છે. આ ઉપરાંત જે રીતે રખડતા કુતરા હિંસક બની રહ્નાં છે અને લોકો ડોગ બાઈટ નો ભોગ બની રહ્નાં છે તેની સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્નાં છે. વર્ષ ૨૦૨૧-૨૨માં પાલિકા દ્વારા ૧૦૫૨૬ કુતરાઓની ખસીકરણ કરવામાં આવી છે. પરંતુ કુતરાના ત્રાસ જાતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.