વરાછા પોલીસ મથકની સામે ગીતાજંલી પેટ્રોલ પંપ પાસે આવેલી ઍક હોટલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. જાકે ફાયર વિભાગને જાણ થતા લાશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગથી હોટલનો સામાન બળીને ખાક થઇ ગયુ હતુ.
વરાછા પોલીસ મથકની સામે ગીતાજંલી પેટ્રોલ પંપ પાસે પકવાન હોટલ આવેલી છે. મંગળવારે વહેલી સવારે હોટલના ગ્રાઉન્ડ ફલોર પર અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. હોટલમાથી ધુમાડા નિકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગને જાણ કરતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી હોટલનો તમામ સામાન બળીને ખાક થઇ ગયુ હતુ. જાેકે આગથી કોઇને જાનહાનિ કે ઇજા પહોચી ન હતી.