
ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમા લુમ્સનુ કારખાનુ ધરાવતા ઍક કારખાનેદાર સાથે રૂ.૩૬.૦૫ લાખની છેતરપીડી થયા હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોધાય છે.
અલથાણ ગાર્ડન પાસે આવેલી પરસોત્તમનગર સોસાયટીમા રહેતા હેમંતભાઇ પ્રવિણચંદ્ર મોરાવાલા ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમા લુમ્સનુ કારખાનુ ધરાવે છે.પાંચ મહિના પહેલા તેમના કારખાના પર બજરંગ રાઠી નામનો દલાલ આવ્યો હતો. માર્કેટમા સારી ઓળખ અને શાખ હોવાનુ કહી પોતાની પાસે માર્કેટમા સારી પાર્ટીઓ છે.તેમને સમયસર પૈસા આપવાની તમામ જવાબદારી મારી રહેશે તેમ કહી પોતાના ઝાંસામા હેમંતભાઇને ફસાવ્યા હતા.ત્યારબાદ બજરંગ રાઠીઍ રીંગરોડ ટ્રેડ હાઉસમાં આર.ઍસ.ટ્રેડર્સ નામથી કાપડનો ધંધો કરતા અંકુશ અગ્રવાલ અને સારોલી રોડ રાધા રમણ માર્કેટમા નવકાર ફેબ્રીકસ નામથી ધંધો કરતા સોહનલાલ પારેખ નામના વેપારીઓની ઓળખ આપી તેમની સાથે મુલાકાત હેમંતભાઇ સાથે કરાવી હતી.ત્યારબાદ ત્રણેય જણાઍ ઍકબીજાની મદદગારી કરી હેમંતભાઇ પાસેથી રૂ.૩૮.૪૩ લાખથીવધુનો કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો. તેના બદલામા રૂ.૨.૩૭ લાખ ચુકવી બાકીના રૂ.૩૬.૦૫ લાખ ચુકવ્યા ન હતા. આ પૈસા માટે હેમંતભાઇઍ ઉઘરાણી કરતા ત્રણેય જણાઍ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. જેથી હેમંતભાઇઍ માર્કેટમા જઇ તપાસ કરતા ત્રણેય જણાઍ પોતાની દુકાનો બંધ કરી ભાગી ગયા હતા. આમ પોતાની સાથે ઠગાઇ થયા હોવાનુ ભાન થતા હેમંતભાઇઍ ખટોદરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.