કોરોના સંક્રમણ ફરી ઍક વખત માથું ઊંચકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ ઍલર્ટ થઈ ગયું છે. સુરત શહેરમાં કોરોનાની બંને રસીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોરોના સામે લડવા માટે વેક્સિનેશન ખૂબ જ પ્રભાવશાળી રહ્નાં છે. ત્યારે સુરતમાં ૬૨ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનની વ્યવસ્થા કરી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં ખૂબ જ પ્રભાવશાળી કામગીરી કરવામાં આવી હતી. જેને કારણે રાજ્યમાં સૌથી પહેલા સો ટકા કરતાં વધુ વેક્સિનેશ સુરત મહાનગરપાલિકાઍ કર્યું હતું. આજથી ફરી ઍક વખત સુરત મહાનગરપાલિકાના તમામ ૬૨ જેટલા આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સિનેશનની શરૂઆત થઈ રહી છે. તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર પૂરતા પ્રમાણમાં ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ વેક્સિન વગર પરત ન ફરી શકે.કોરોના સંક્રમણ જ્યારે રાષ્ટ્ર-આંતરરાષ્ટ્રીય સ્તરે વધી જતું હોય છે અને આપણા દેશમાં પણ વધવાની ચર્ચા શરૂ થાય છે ત્યારે લોકો ડરમાં આવીને વેક્સિનેશન કરાવતા હોય છે. ઍવા સમયે ઍક સાથે લોકો આરોગ્ય સેન્ટર ઉપર પહોંચી જાય છે અને વેક્સિનની માંગ કરે છે ત્યારે ઘણી વખત જથ્થો પણ ઓછો પડી જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત જાહેરાતો કરવામાં આવે છે કે અને લોકોઍ પણ અનુભવ્યું છે કે કોરોના સંક્રમણમાં સૌથી વધુ અસરકારક વેક્સિનેશન રહ્નાં છે. છતાં પણ લોકો જ્યાં સુધી કોરોના સંક્રમણના કેસોમાં વધારો ન થાય ત્યાં સુધી રસ દાખવતા નથી. આજે પણ આરોગ્ય કેન્દ્ર ઉપર સવારે છૂટા છવાયા લોકો વેક્સિનેશન કરતા જોવા મળ્યા હતા.આરોગ્ય અધિકારી કૃતિકા પટેલે જણાવ્યું કે ૩૫,૦૦૦ કરતા વધારે કોવેક્સિન અને કોવિશિલ્ડના ડોઝ આપણી પાસે છે. તમામ ૬૨ જેટલા આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સિન પૂરતા પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગદર્શિકા આવી છે તેનો સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવી રહ્નાં છે.