
રાંદેર ઝોન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સૂકો અને ભીનો કચરો કઈ રીતે અલગ રાખી શહેરïને સ્વચ્છ બનાવવામાં આવે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
લોકોમાં અવેરનેસ આવે તે માટે રાંદેર ઝોન દ્વારા વિવિધ પાંચ શાળાઓમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે સુકો અને ભીનો કચરો અલગ રાખવાની રીત નાટક થકી રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાઓના વિદ્યાર્થીઓ માટે અવેરનેસ માટે રાખવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી પોતાના પરિવારને તેની સમજ આપે તો હેતુથી નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.