કાપોદ્રા મહાદેવ નગર સોસાયટીમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. ઍક બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાના લોક કોઈ હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોઍ મકાનમાંથી રોકડા રૂપિયા ૧.૧૫ લાખ અને સોનાની ચેઇન મેળી કુલ રૂપિયા ૧.૫૦ લાખની મતા ચોરી કરી ભાગી છૂટયા હતા.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામા વતની અને હાલ કાપોદ્રા મહાદેવ નગર સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય રમેશભાઈ ગોપાલભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તા. ૧૬મી જાન્યુઆરીથી લઇ ૧૭મી જાન્યુઆરી સુધી રમેશ અને તેમનો પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોઍ તેમના ઘરને ટાર્ગેટ કરી દરવાજાનો લોક કોઈ સાધન વડે કાપી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ તીજારીમાંથી રોકડા રૂ. ૧.૧૫ લાખ અને સોનાની ચેઇન મળી કુલ રૂપિયા ૧.૫૦ લાખની મતા ચોરી કરી ભાગી છૂટયા હતા. રમેશ ભાઈ અને તેમનો પરિવાર ઘરે આવ્યા બાદ ચોરીની જાણ થતાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.